ફોટો સૌજન્યઃ વિજય રૂપાણીનું ફેસબુક પેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલુ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો. મુખ્યપ્રધાનના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આ નેતાઓને કોરોના સંક્રમણને કારણે તેમના સંપર્કમાં આવેલા ભાજપના બીજા નેતાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.

મંગળવારે વડોદરા ખાતેની ચૂંટણીસભામાં તેમની તબિયત લથડી હતી અને મંચ પર જ ઢળી પડ્યા હતા. આ પછી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા એ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર અને સુધારા પર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા હતા.