મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે શનિવારે ગાંધીજયંતી અવસરે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત દરમ્યાન પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશ ભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની ગુરુકુળ સંકુલની મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલનું પૂજ્ય ભાઈશ્રી એ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આ ગુરુકુળમાં ચાલતી વિવિધ વિદ્યા સંસ્કાર પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગુરુકુળમાં દર્શન-અર્ચન પણ કર્યા હતા.