Commencement of Winter Session of Parliament
. RSTV/PTI Photo)

સંસદનું બુધવારથી શરૂ થયેલું શિયાળુ સત્ર ચીન સાથે સરહદની સ્થિતિ, સરકારી એજન્સીઓનો કથિત દુરુપયોગ, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે તોફાની બની રહેશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટના મુદ્દો પણ છવાઈ જશે. વિપક્ષ ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે ચાલુ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો થશે. તેમાં સરકારે 16 નવા બિલ રજૂ કરવાની યોજના બની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી સભ્યોએ 17 બેઠકોના ટૂંકા ગાળા દરમિયાન લગભગ 25 બિલ પાસ કરાવવાના સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં જૂના બિલનો પણ સમાવેશ થાય છે. સરકારે ચીન સાથે સરહદની સ્થિતિ પર ચર્ચા કરવાની મંજૂરી આપી નથી અને એજન્સીઓના “દુરુપયોગ”ના આરોપોને નકારી કાઢ્યા છે. 

ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સત્રમાં હાજરી આપે તેવી શક્યતા નથી. સંસદના આ સેશન પહેલા સરકારે કાર્યસૂચિ અને મુદ્દા નક્કી કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં 30થી વધુ પક્ષોના નેતાઓ હાજરી આપી હતી. 

વિપક્ષી પક્ષોના સભ્યોએ શિયાળુ સત્ર દરમિયાન ઉઠાવવા માટે લગભગ 16 મુદ્દાઓની વિગતવાર માહિતી આપી છે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ચીન સરહદ “આક્રમણ”, AIIMS પર તાજેતરનો સાયબર હુમલો, બેકાબુ ફુગાવો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેરોજગારી, ટેકાના લઘુત્તમ ભાવ (MSP)ને કાનૂની સ્વરૂપ આપવામાં નિષ્ફળતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી EWS ક્વોટા પર પુનર્વિચારનો સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે.  

કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં ભાજપના નાયબ નેતા રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ સર્વપક્ષીય બેઠકમાં શિયાળુ સત્રની સુચારૂ કાર્યવાહી માટે તમામ પક્ષોના સહકારનો અનુરોધ કરાયો હતો. આ બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. 

બેઠક દરમિયાન જોશીએ સરકારના એજન્ડાની માહિતી આપી હતી અને વિવિધ બિલ પસાર કરવા માટે વિપક્ષનો સહકાર માંગ્યો હતો. તેમણે બેઠકનું સમાપન કરતાં કહ્યું હતું કે તેમણે રાજકીય પક્ષોએ ઉઠાવેલા તમામ મુદ્દાઓની નોંધ લીધી છે તથા સંસદના ધોરણો અને પ્રક્રિયાઓ અનુસાર કરવામાં ચર્ચા કરાશે. સંસદના બંને ગૃહોની બિઝનેસ એડવાઇઝરી સમિતિની બેઠકોમાં ચર્ચાના મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે 

આ બેઠક દરમિયાન કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેને આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને અન્ય કેટલાક પક્ષોએ સમર્થન આપ્યું હતું. 

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “દેશ સમક્ષ બેરોજગારી અને મોંઘવારી જેવા ઘણા મુદ્દાઓ છે અને જનતાને જવાબ આપવાની ફરજ સરકારની છે.” 

LEAVE A REPLY

four × 2 =