Compliance with basic duties should be priority of citizens: Modi
(ANI Photo)

સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર (26 નવેમ્બર) જણાવ્યું હતું કે દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો ત્યારે મૂળભૂત ફરજો પૂર્ણ કરવી એ નાગરિકોની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

મોદીએ કહ્યું હતું કે ઝડપી વિકાસ અને આર્થિક વૃદ્ધિનું થઈ રહી છે તેવા ભારત પર સમગ્ર વિશ્વની નજર છે. દેશ આગામી અઠવાડિયે G-20 નું પ્રમુખપદ સંભાળવા માટે તૈયાર છે અને વિશ્વ સમક્ષ પોતાનું યોગદાન રજૂ કરવાની આ એક મોટી તક છે.

વડાપ્રધાનને જણાવ્યું હતું કે “ટીમ ઈન્ડિયા તરીકે આપણે વિશ્વ મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરવું જોઈએ અને વિશ્વમાં દેશના યોગદાનને હાઇલાઇટ કરવું જોઈએ. આ આપણી સામૂહિક જવાબદારી છે. આપણે લોકશાહીની જનની તરીકે ભારતની ઓળખને મજબૂત કરવી પડશે.”

મોદીએ કહ્યું હતું કે તેમને જણાવતા આનંદ થાય છે કે લોકશાહીની માતાના રૂપમાં દેશ તેના પ્રાચીન આદર્શો અને બંધારણની ભાવનાને મજબૂત કરી રહ્યો છે અને જનહિતકારી નીતિઓ દેશના ગરીબો અને મહિલાઓનું સશક્તિકરણ કરી રહી છે. સ્થિરતા અંગેની પ્રારંભિક આશંકાઓને દૂર કરીને ભારત સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધી રહ્યું છે અને તેની વિવિધતા પર ગર્વ લઈ રહ્યું છે.

મહાત્મા ગાંધીને ટાંકીને મોદીએ કહ્યું હતું કે મૂળભૂત અધિકારો એવી જવાબદારીઓ છે કે જે નાગરિકોએ સંપૂર્ણ સમર્પણ અને સાચી અખંડિતતા સાથે પૂર્ણ કરવી જોઈએ.

તેમણે એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવવાની આગામી 25 વર્ષની સફર સમાન અમૃત કાલને મૂળભૂત ફરજો પૂર્ણ કરવાના ‘કર્તવ્ય કાલ’ તરીકે ઓળખાવ્યો હતો. આઝાદી કા અમૃત કાલ દેશ પ્રત્યેની ફરજ નિભાવવાનો સમય છે. લોકો હોય કે સંસ્થાઓ, આપણી જવાબદારીઓ આપણી પ્રથમ પ્રાથમિકતા છે. પોતાના કર્તવ્યના માર્ગે ચાલીને દેશ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે.

LEAVE A REPLY

6 − 2 =