વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકના દાવણગેરેમાં વિજયા સંકલ્પ યાત્રા મહા સંગમ માટે પહોંચ્યા ત્યારે લોકોનું અભિવાદન કર્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા બીએસ યેદિયુરપ્પા પણ જોવા મળ્યા હતા.. (ANI Photo)

કર્ણાટકમાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાતમી વખત આ દક્ષિણી રાજ્યની મુલાકાત લીધી હતી અને ભાજપને ફરી સત્તા પર લાવવા લોકોને અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભાજપ કર્ણાટકમાં વિકાસ કરવા માગે છેજ્યારે કોંગ્રેસ આ રાજ્યને તેનું એટીએમ માને છે.  

વડાપ્રધાન લોકસંપર્કના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સુપ્રસિદ્ધ મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ હતી અને મેટ્રો રેલના નવા રૂટનું ઉદ્ઘાટન કરીને તેમાં ટિકિટ ખરીદીને સવારી કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકને તેના નેતાઓની તિજોરી ભરવા માટે ATM તરીકે જુએ છે. કર્ણાટકમાં ભાજપની ફરી સત્તા માટે પ્રચંડ જનાદેશનો અનુરોધ કરતા મોદીએ કહ્યું કે રાજ્યના ઝડપી વિકાસ માટે ભાજપની આગેવાની હેઠળની સ્થિર સરકાર સમયની જરૂરિયાત છે. કર્ણાટકને હેરાફેરીની રાજનીતિમાંથી બહાર લાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભાજપ રાજ્યને વિકસિત ભારતનું પ્રેરક બળ બનાવવા માંગે છે. કર્ણાટકમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે અને ચૂંટણીપંચ આગામી થોડા દિવસોમાં ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા છે. 

LEAVE A REPLY

19 − 5 =