ભારત સરકારની લશ્કરી દળોમાં ભરતીની નવી અગ્નિપથ સ્કીમ સામે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના વડપણ હેઠળ દિલ્હીમાં 19 જૂને સત્યાગ્રહ કરીને વિરોધ નોંધાવ્યો હતો,(ANI Photo)
કોંગ્રેસે અગ્નિપથ સ્કીમની વિરુદ્ધમાં દેખાવો કરી રહેલા લોકોના સમર્થનમાં રવિવારે દિલ્હીમાં સત્યાગ્રહ કર્યો હતો. કોંગ્રેસના સત્યાગ્રહને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે યુવાનોએ બનાવટી રાષ્ટ્રવાદને ઓળખવો જોઇએ. નવી ભરતી યોજના યુવાનો અને લશ્કરી દળો માટે વિનાશક છે. દિલ્હીના જંતરમંતર ખાતે યોજાયેલા સત્યાગ્રહમાં એઆઇસીસીના મહામંત્રી કે સી વેણુગોપાલ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી, હરિશ રાવત, જયરામ રમેશ, સલમાન ખુરશીદ, સચિન પાઇલટ, દીપેન્દર હુડા અને અજય માકન હાજર રહ્યાં હતા.