કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન હાઈ કમિશને બર્મિંગહામમાં વાર્ષિક કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં સંયુક્ત રીતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં 400થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. રિસેપ્શનમાં યુકે અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનના મહત્વની ઉજવણી કરવામાં આવી હતી. કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા ભારતના નવા હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીનું સ્વાગત કરી આનંદિત થયું હતું.
આ પ્રસંગે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન, ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી, ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોક, પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના સચિવ રાનિલ જયવર્દના, લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી બ્રાન્ડન લુઈસ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ સેક્રેટરી મિશેલ ડોનેલન, સીએફ ઈન્ડિયાના પેટ્રન લોર્ડ રેમી રેન્જર સીબીઈ, વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટ, સ્કીલ, ફર્ધર એન્ડ હાઇ જ્યુકેશન મિનિસ્ટર એન્ડ્રીયા જેનકીન્સ, એક્સચેકર સેક્રેટરી ફેલિસિટી બુકન, લંડન અને સ્મોલ બિઝનેસ સેક્રેટરી પોલ સ્કલી, થેરેસા વિલિયર્સ એમપી, ફોરેન સેક્રેટરી પીપીએસ ગગન મોહિન્દ્રા, ગ્રેગ હેન્ડ્સ એમપી, પામ ગોસલ એમએસપી, ડો સંદેશ ગુલહાને એમએસપી, બાંગ્લાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસ્નીમ, માલદીવના હાઇ કમિશનર ડૉ. ફરાહ ફૈઝલ, હીથર વ્હીલર MP, ડીન રસેલ MP, કો-ચેર કાઉન્સિલર રીના રેન્જર OBE, કાઉન્સિલર અમીત જોગિયા MBE, અને ડિરેક્ટર નયાઝ કાઝી ઉપસ્થિત રહ્યા હતા.
કો-ચેર રીના રેન્જરે સ્વ. ક્વીનને શ્રદ્ધાંજલિ આપી હતી. મહેમાનોનો પરિચય કો-ચેર અમીત જોગિયાએ કરાવ્યો હતો. ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાસ્વામીએ બર્મિંગહામ અને મહેમાનોને શુભેચ્છા પાઠવી હતી. હોમ સેક્રેટરી સુ  એલા બ્રેવરમેને હાઈ કમિશનર અને સભ્યોનું સ્વાગત કર્યું હતું.
ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલી, CF ઇન્ડિયાના પેટ્રન લોર્ડ રેમી રેન્જર CBE, લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી, બ્રાન્ડન લુઇસ, પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના સેક્રેટરી રાનિલ જયવર્દના, મિશેલ ડોનેલને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ડાયરેક્ટર નયાઝ કાઝીએ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

eleven − one =