પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રોગચાળો જાન્યુઆરીમાં તેના શિખર પર હતો ત્યારથી સરેરાશ દૈનિક મૃત્યુઆંકમાં 95 ટકાનો ઘટાડો થયો છે અને તે હવે ગયા વર્ષના જૂનના સમાન સ્તરે ઉભો છે. રસીકરણને કારણે અત્યારે સૌથી સંવેદનશીલ એવા 65 વર્ષ કરતા વધુ વયના લોકોને ચેપ લાગવાનો દર એક દિવસમાં 200ની નીચે આવી ગયો છે. જ્યારે 80 વર્ષ કરતાં વધુ વયના લોકોમાં રોગના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો દર પ્રતિદિન 78નો થઇ ગયો છે. જે જાન્યુઆરીના પ્રારંભના દિવસોમાં 3,000 પ્રતિદિન હતો.

તે વખતે એકલા લંડનમાં એક દિવસમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ રવિવારે રાજધાનીમાં આ વર્ષે માત્ર બીજી વખત શૂન્ય મૃત્યુ નોંધાયા છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દીઓની સંખ્યા સપ્ટેમ્બર પછીના સૌથી નીચલા સ્તરે છે. હોસ્પિટલમાં હાલમાં ફક્ત 4,560 કોવિડ દર્દીઓ છે, જે જાન્યુઆરીના મધ્યમાં 39,249 જેટલા હતા.

ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટીક્સના ટેસ્ટીંગ અભ્યાસમાં જણાયું હતું કે 14 માર્ચના રોજ પૂરા થતા અઠવાડિયામાં ઇંગ્લેન્ડના 55% લોકોમાં વાયરસ સામે લડતા પ્રોટીન જોવા મળ્યા હતા. જેનો અર્થ એ થાય છે કે દેશની વસ્તીના ઓછામાં ઓછા અડધા લોકોમાં કોરોનાવાયરસના રોગ સામે પ્રતિરક્ષા છે. તા. 14થી તા. 29 સુધીમાં લાખો લોકોને રસી આપવામાં આવી હોવાથી રોગ સામે પ્રતિરક્ષા ધરાવતા લોકોનો આંકડો હવે વધારે હોવાની સંભાવના છે. દેશમાં ગયા રવિવાર સુધીમાં 3.5 મિલિયનથી વધુ લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

ઓએનએસ અહેવાલ મુજબ 30,000 પુખ્ત વયના લોકોના બલ્ડ ટેસ્ટ કરાતા તા. 14મી માર્ચના રોજ વેલ્સમાં એન્ટીબોડીનું સ્તર 5૦.5 ટકા, નોર્ધર્ન આયર્લેન્ડમાં 49.3 ટકા અને સ્કોટલેન્ડમાં 42.6 ટકા હતું.

ઇનોક્યુલેશન દ્વારા, એન્ટિબોડીઝ અગાઉના ચેપના જવાબ રૂપે બનાવવામાં આવે છે. લોહીમાં તેની હાજરીનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે તેમને રોગની સામે ઓછામાં ઓછું થોડું રક્ષણ તો હોય જ છે અને તેઓ કોરોનાવાયરસથી બીમાર નહીં પડે. પરંતુ અહેવાલમાં જણાયું છે કે એન્ટિબોડીઝવાળા 80 અને 70ના દાયકાના વૃદ્ધ લોકોની સંખ્યામાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયા પછી પહેલીવાર ઘટાડો થયો છે. જો કે તેના પાછળ રસીના બે ડોઝ વચ્ચેના ત્રણ મહિનાનુ અંતર અને તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ જવાબદાર હોઇ શકે છે.