ભારતમાં સોમવારે કોરોનાના 1,79,723 નવા કેસ નોંધાયા હતા અને 146 લોકોના કોરોનાથી મોત થયા થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 7,23,619 થઈ હતી અને પોઝિટિવિટી રેટ 13.29 ટકા પર પહોંચી ગયો હતી.. આ સાથે ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા પણ 4 હજારને વટાવી ગઈ હતી. સોમવારે દેશમાં ઓમિક્રોનના 4,033 નવા દર્દીઓ નોંધાયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારના ડેટામાં જણાવાયું હતું.

મહારાષ્ટ્રમાં 10 જાન્યુઆરી સુધીમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,216 કેસ, રાજસ્થાનમાં 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, કેરળમાં 333 અને ગુજરાતમાં 236 કેસ નોંધાયા હતા. ઓમિક્રોન દેશના 27 રાજ્યો અને કેન્દશાસિત પ્રદેશમાં ફેલાઈ ચુક્યો છે.

દેશમાં સોમવારે કોરોનાના નોંધાયેલા 1,79,723 નવા કેસ છેલ્લાં 227 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. સોમવારે થયેલા 146 મોતમાંથી કેરળમાં 44, પશ્ચિમ બંગાળમાં 18 અને દિલ્હીમાં 17ના મોત થયા હતા. દેશમાં કોરોનાનાનો મૃત્યુઆંક વધીને 4,83,936 થયો હતો. દેશમાં 10 જાન્યુઆરી સુધીમાં કોરોના વેક્સિનના કુલ 151.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ 20 હજારને વટાવી ગયા હતા. દિલ્હી પોલીસના 300 પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા.