Corona test mandatory for travelers from 5 countries in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીન, જાપાન સહિતના કેટલાંક દેશોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે ભારત સરકારે પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઇલેન્ડથી ભારત આવતા મુસાફરોમાં કોરોના વાયરસના ચેપની ચકાસણી માટે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવો જરૂરી છે.

માંડવિયાએ કહ્યુ કે આ દેશોના કોઈ પણ મુસાફરોમાં કોરોના વાયરસના ચેપના લક્ષણ જોવા મળશે તો તેમને આઈસોલેટ કરવામાં આવશે. ચીન, જાપાન, સિંગાપુર અને બેંગકોક(થાઈલેન્ડ)ના મુસાફરો પર એર સુવિધા પોર્ટલ થકી નજર રાખવામાં આવશે. મહામારીની સ્થિતિને જોતા ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને બેંકોકથી આવતા યાત્રીઓએ પોતાની આરટી-પીસીઆર રિપોર્ટ પહેલા અપલોડ કરવી પડશે. ભારત આવ્યા બાદ તેમની થર્મલ સ્ક્રીનિંગ પણ કરાશે. અમે આ દેશોના યાત્રીઓ ચેપગ્રસ્ત જોવા મળ્યા કે તાવ હોવાની પરિસ્થિતિ દેશમાં આઈસોલેશનમાં રાખવાના આદેશ આપ્યા છે.

અગાઉ ભારત સરકારે 24 ડિસેમ્બરથી ભારતમાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ કોવિડ ટેસ્ટ જરૂરી બની ગયો છે. ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2 ટકાનો રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવનારા 2 ટકા મુસાફરોનો 24 ડિસેમ્બરથી રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરલાઇન્સ કંપની નક્કી કરશે કે, કયા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. વિવિધ દેશોમાંથી મુસાફરી કરનારા મુસાફરોને પણ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. એડવાઈઝરી મુજબ આ મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને તેમને જવા દેવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, જો રેન્ડમ ટેસ્ટ પછી કોઈ પેસેન્જર કોરોના સંક્રમિત હોવાનું જણાય છે, તો સેમ્પલને જીનોમિક ટેસ્ટ માટે મોકલવામાં આવે.

LEAVE A REPLY

nineteen + 2 =