ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઈ રહી હોવાથી ગુજરાતના અનેક ગામડાઓ સાવચેતીના પગલાં રૂપે સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહ્યા છે. બનાસકાંઠાના ભાભર, મોરબીના ખાખરેચી અને હડમતીયા ગામ, દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી સહિત ગામડાં સ્વયંભૂ લોકડાઉનમાં સામેલ હતા.

આ ઉપરાંત જામનગરમાં કાલાવડના નિકાવા ગામે 35 કોરોના કેસ સામે આવતાં સ્વયંભુ લોકડાઉન રાખવામાં આવ્યું હતું. રાજકોટમાં હડાળા ગામે પણ 15 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી છે એવામાં આ ત્રીજા ગામે લોકડાઉન જાહેર કર્યું હતા. જૂનાગઢમાં કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં 15 દિવસ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યની રાજધાની ગાંધીનગરના અનેક ગામડાંમાં સ્વયંભૂ લોકડડાઉન લાગુ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં લવારપુર, ધણપ, ખારેજ ગામ સામેલ છે. મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં 18 કેસ નોંધાતા 3 દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું હતું. બારડોલીના કડોદ બાદ માંડવી પણ આંશિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતા.

ગુજરાતમાં ખેડા, પાલનપુર, ડીસા, નવસારીના અનેક વિસ્તારોમાં સ્યંભૂ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાગુ થયા હતા. આ તમામ ગામડાં પરિસ્થિતિને અનુસરતાં જરુરત મુજબની છૂટછાટ સાથે સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યા છે.