Getty Images)

રાજ્યની અમદાવાદ સહિતની મહાનગરપાલિકાની ડિસેમ્બરમાં થઈ રહેલી ચૂંટણી પાછી ઠેલીને એપ્રિલ 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે, તેમાં પણ જો 14 દિવસ સુધી રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ ના આવે પછી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ મહાપાલિકાની ચૂંટણી 2020માં નહીં યોજાય પણ એપ્રિલ 2021માં આવી શકે છે.કોરોના કહેર વચ્ચે આ નિર્ણય લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. આ કપરાકાળમાં આ 3 શહેરોમાં ચૂંટણી કરવી શક્ય નથી અને માત્ર એકાદ બે મહાનગરપાલિકાની ચૂંટણી કરી ન શકાય તેથી મહાપાલિકાની ચૂંટણી 2021માં એપ્રિલમાં યોજાશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ સીમાંકન કરીને મહાનગપાલિકાઓનો વિસ્તાર વધારો કર્યો છે. જેને કારણે એક નવા વોર્ડની રચના પણ કરવાની હોવાથી તે પ્રક્રિયા પૂર્ણ થયા પછી નવા વિસ્તાર અને વોર્ડ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે.

આ વર્ષે ડિસેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ગુજરાતભરમાં કોરોના કહેરના કારણે સમયસર ચૂંટણી યોજવી મુશકેલ બની શકે છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જો 14 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચૂંટણી યોજાઈ શકે.