યુકે સરકારના સહયોગથી પ્રસ્તુત

યુકે સરકારે હાલમાં પ્રવર્તી રહેલી કોરોનાવાઈરસના રોગચાળાની કટોકટીમાં દેશના વેપાર-ઉદ્યોગ, બિઝનેસીઝને સપોર્ટ કરવા તેમજ લોકોની જોબ્સ સુરક્ષિત રાખવા માટે વૈવિધ્યસભર પેકેજીસ જાહેર કર્યા છે. તમામ પ્રકારની અને વિવિધ કદની ફર્મ્સ માટે ફાયનાન્સિયલ સપોર્ટ માટે સ્કીમ્સની વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે, એની વિગતો અહીં મળી શકે છેઃ https://www.gov.uk/coronavirus/business-support.

પોતે કોઈ ફાયનાન્સિયલ સપોર્ટ માટે એલિજિબલ છે કે નહીં તે વિષે જાણવા બિઝનેસીઝ સરકારના સરળ બિઝનેસ સપોર્ટ ફાઈન્ડરનો ઉપયોગ પણ અહીં કરી શકે છેઃ https://www.gov.uk/business-coronavirus-support-finder

સરકારની આ આર્થિક યોજના સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ હોય તેના કરતાં કદાચ સૌથી વધારે કોમ્પ્રિહેન્સિવ છે અને મિલિયન્સની સંખ્યામાં બિઝનેસીઝ એનો લાભ પણ લઈ રહ્યા છે.

કોરોનાવાઈરસ રોગચાળાની કટોકટીએ સર્જેલી આર્થિક સમસ્યાથી બિઝનેસીઝ તેમજ લોકોની જોબ્સ પ્રોટેક્ટ કરવા ચાન્સેલરે જાહેર કરેલી એક મહત્ત્વની યોજના છે કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમ.

સમગ્ર યુકેમાં બિઝનેસીઝે કટોકટીમાં પોતાના સ્ટાફને છુટા કરવા ના પડે તે માટે તેઓ કર્મચારીઓને ટેમ્પરરી રજા (ફર્લો) ઉપર ઉતારી શકે છે. એ સ્ટાફના પગાર માટે બિઝનેસીઝ સરકારી ગ્રાન્ટ માટે અરજી કરી શકે છે અને સરકાર તેમને વધુમાં વધુ માસિક £2,500ની રકમ સુધી, તેમના સામાન્ય પગારના 80% રકમ ચૂકવશે. આ સ્કીમ ઓક્ટોબર મહિનાના અંત સુધી અમલમાં રહેશે. આ સ્કીમ દ્વારા એક મિલિયન બિઝનેસીઝ તથા 7.5 મિલિયન કર્મચારીઓની જોબ્સને રક્ષણ મળ્યું છે.

સેલ્ફ-એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ (SEISS)  આવી જ બીજી એક મહત્ત્વની સ્કીમ છે, જેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ધરાવતા લોકોને પણ સરકાર સહાય કરી રહી છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ધરાવતા 95% લોકો આ યોજનામાં સહાય માટે લાયક હોવાનું મનાય છે, તેમને સરકાર વધુમાં વધુ કુલ £7,500  ત્રણ મહિનાની સહાય તરીકે એક સાથે ચૂકવે છે, રકમ તેમના માસિક કામકાજના નફાના વધુમાં વધુ 80% જેટલી અપાય છે અને આવી વ્યક્તિની ઓછામાં ઓછી અડધી આવક સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાંથી થતી હોવી જોઈએ. તેમની પ્રોફિટની રકમ £50,000થી ઓછી હોવી જોઈએ. સહાય મેળવવા ઈચ્છતા લોકો પોતે તેના માટે એલિજિબલ છે કે નહીં તે HMRC ના એલિજિબિલિટીના ચેકર ઉપરથી જાણી શકે છે.

એમ્પ્લોયર્સને હાલના મુશ્કેલીના સમયમાં સહાય માટે સ્ટેચ્યુટરી સિક પે (SSP) રીબેટ સ્કીમ પણ રજૂ કરાઈ છે. તે ઉપરાંત, યુકે VAT રજીસ્ટર્ડ ફર્મ્સને VATના પેમેન્ટ્સમાં રાહત આપવા VAT ડેફરલ્સ સ્કીમ રજૂ કરાઈ છે, જે મુજબ 20 માર્ચ 2020 થી 30 જુન 2020 દરમિયાન જે પણ ફર્મ્સની VATનું પેમેન્ટ કરવાની જવાબદારી થતી હોય તેઓ ઈચ્છે તો એ ચૂકવણી હાલમાં નહીં કરીને ભવિષ્યમાં કરી શકશે. આ રીતે વિલંબથી કરવામાં આવતા પેમેન્ટ સામે HMRC કોઈ વ્યાજ કે પેનલ્ટી નહીં લગાવે.

ફક્ત ઈંગ્લેન્ડમાં આવેલા રીટેઈલ, હોસ્પિટાલિટી અને લેઝર ક્ષેત્રના બિઝનેસીઝ તથા નર્સરીઝે આ વર્ષે કોઈ બિઝનેસ રેટ નહીં ચૂકવવા પડે. આ રાહતથી તેમને કુલ લગભગ £10 બિલિયનનો લાભ થશે. આ ઉપરાંત, કોમર્સિયલ ટેનેન્ટ્સ પોતાનું ભાડું ચૂકવી શકે નહીં તો પણ તેમને પોતાની ભાડાની જગ્યા ખાલી કરવી નહીં પડે, તેની સામે પ્રોટેક્શન રહેશે.

સરકાર દ્વારા લોકલ ઓથોરિટિઝના માધ્યમથી પણ કેટલીક રાહતોની યોજના રજૂ કરાઈ છે, તો બિઝનેસીઝને બાઉન્સ બેક લોન્સ, કોરોનાવાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન વગેરેની ઓફર કરવામાં આવી રહી છે, જે તેમને કોરોનાવાયરસ કટોકટીમાંથી બહાર નિકળવામાં ખૂબજ મદદરૂપ થશે. બિઝનેસ ઈન્ટરપ્શન લોનમાં સરકાર પહેલા 12 મહિનાનું વ્યાજ તથા અન્ય ફીઝ ચૂકવશે અને ધિરાણ માટે 80% ગેરંટી સરકારની રહેશે.

ઉદાહરણરૂપ કિસ્સો

પ્લેડેલ પ્લેગ્રાઉન્ડ્સઃ લોન મળવાથી આ બિઝનેસ રોગચાળા પછી પણ કારોબાર કરવા સમર્થ બનશે

રમતગમતના મેદાનોમાં ઉપયોગમાં લેવાતા સાધનો બનાવતી કંપની પ્લેડેલના બિઝનેસને કોરોનાવાઈરસના રોગચાળાના કારણે દેશમાં તેમજ વિદેશોમાં પણ અવળી અસર થઈ છે. કમ્બ્રીઆમાં આવેલી આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર બેરી લીહેએ જણાવ્યું હતું કે ‘’કંપનીએ પોતાના સંચાલન ખર્ચની વ્યવસ્થા કરવા અને પોતાના ખાસ કામકાજ માટે કુશળ કર્મચારીઓની ટીમ જાળવી રાખવા કેવી રીતે સરકારની બિઝનેસ સપોર્ટ સ્કીમ્સનો ઉપયોગ કર્યો હતો’’

લીહેના કહેવા મુજબ કંપની કમ્બ્રીઆમાં ત્રણ સ્થળોથી કાર્યરત છે અને 105 કર્મચારીઓની ટીમ વડે આઉટડોર ચિલ્ડ્રન્સ પ્લેગ્રાઉન્ડના સાધનો ડીઝાઈન કરે છે, તેનું ઉત્પાદન અને ઈન્સ્ટોલેશન પણ કરે છે. કોરોનાવાઈરસના રોગચાળાના કારણે સરકારે જાહેર કરેલા પ્રતિબંધો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કારણે અમારા સાધનોનું વેચાણ રાતોરાત બંધ થઈ ગયું. અમારા સાધનોનું વેચાણ એશિયામાં પણ થતું હતું, ત્યાં પણ ફેબ્રુઆરીથી કોરોનાવાયરસની અસરના કારણે અમારા સાધનોના ઓર્ડર્સમાં ઘટાડો થયો છે.

અમે પણ અમારા સ્ટાફને પ્રોટેક્ટ કરવા માટે ઝડપી પગલાં લીધા, જેમના માટે ઘેરથી કામ કરવું શક્ય હતું તેમને એ રીતે જવાબદારી સોંપાઈ છે. અમે ઉત્પાદન પણ ઓછું કરી નાખ્યું છે, જેથી અમારો કેશફલો જાળવી શકાય. તે ઉપરાંત, અમે સરકારે જાહેર કરેલી સહાયની યોજનાઓમાંથી બાર્કલેઝ બેંક પાસેથી કોરોનાવાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન (CBILS) લેવાનો નિર્ણય લીધો. આ એક સરળ યોજના છે, તમારે ફક્ત એ માટે તૈયારી રાખવી પડે, લોન આપતી સંસ્થા માંગે તે પુરાવા રજુ કરવા પડે. અમે કોરોનાવાઈરસ જોબ રીટેન્શન સ્કીમનો પણ ઉપયોગ કરીશું, કારણ કે અમે પોતાના સ્ટાફના કલ્ચર તેમજ ટ્રેઈનિંગ પાછળ ઘણું મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તેથી સ્ટાફ અમારી સાથે જ જોડાયેલો રહે તે અમારા માટે ખૂબજ મહત્ત્વનું છે. અગાઉ અમે સામાન્ય રીતે દર સપ્તાહે 25 પ્લેગ્રાઉન્ડ્સમાં કામ કરતા હતા, તે ઘટીને હાલમાં તો ફક્ત ત્રણ ઉપર આવી ગયા છીએ. જો કે, ફર્લો સ્કીમના પગલે અમે સ્ટાફ જાળવી શકીશું, તે અમારા માટે આનંદની વાત છે.