ક્રિકેટ સ્કોટલેન્ડના બોર્ડે રવિવારના રોજ રેસીઝમનો સ્વતંત્ર અહેવાલ પ્રકાશિત થવાના એક દિવસ પહેલા તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતું.

દેશના સર્વકાલીન અગ્રણી વિકેટ-ટેકર, માજિદ હક દ્વારા ક્રિકેટ સ્કોટલેન્ડ “સંસ્થાકીય રીતે જાતિવાદી” છે એવા આક્ષેપો કરાયા બાદ સમીક્ષા શરૂ કરાઇ હતી. હકના ભૂતપૂર્વ ટીમ સાથી કાસિમ શેખે પણ તેમની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે વાત કરી હતી. બંને ખેલાડીઓએ કહ્યું હતું કે તેમની ત્વચાના રંગને કારણે તેમની સાથે અલગ વર્તન કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ સ્કોટલેન્ડના બોર્ડે કહ્યું હતું કે તેઓ સમીક્ષાના તારણોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે.

બોર્ડે વચગાળાના સીઈઓ ગોર્ડન આર્થરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “અમે બધા ખરેખર દિલગીર છીએ અને સ્કોટલેન્ડમાં ક્રિકેટમાં જાતિવાદ અથવા અન્ય કોઈપણ પ્રકારના ભેદભાવનો અનુભવ કરનારા દરેકની જાહેરમાં માફી માંગીએ છીએ.”