Cricketer KL Rahul and actress Athiya Shetty tied the knot
(ANI Photo)

ક્રિકેટર કે એલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સોમવાર, 23 જાન્યુઆરીએ લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં ધામધૂમથી થયા હતા. લગ્ન સમારંભામાં બોલીવૂડના જાણિતા અભિનેતા અનુપમ ખેર અને અર્જુન કપુર સહિતના સેલિબ્રિટી હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કપલનના લગ્નમાં પરિવારના નજીકના લોકો સામેલ થયા હતા. મીડિયા અહેવાલ મુજબ આથિયા અને રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલા સાત ફેરા લીધા હતા.

સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તેઓ કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા ઈચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આઈપીએલ બાદ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવશે.

22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં અથિયા-રાહુલે ‘મુઝસે શાદી કરોગી..’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાનાં ભાઈ તથા માતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં

આથિયા શેટ્ટીએ 2015માં આવેલી ફિલ્મ હીરોથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં સૂરજ પંચોલી સહ-અભિનેતા હતો. તેને મુબારકાન અને મોતીચૂર ચકનાચૂર ફિલ્મમાં પણ કામ કર્યું છે.

LEAVE A REPLY

5 × one =