Croydon Westfield
(Photo by Dan Kitwood/Getty Images)

ક્રોયડનમાં £1.5 બિલિયનના ખર્ચે બંધાનારા સુપરમોલ વેસ્ટફિલ્ડ શોપીંગ સેન્ટરની યોજના રદ કરાય તેવી શક્યતાઓ છે. તેને બદલે શોપિંગ જાયન્ટ વેસ્ટફિલ્ડ હાલની ઇમારતોનો જ ઉપયોગ કરે તેવી અપેક્ષા છે એવી ક્રોયડન બરોના મેયરે પુષ્ટિ કરી છે. તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ ક્રોયડન ટાઉન સેન્ટર માટે નવી યોજનાઓ રદ કરવા વેસ્ટફિલ્ડ પર દબાણ કરી રહ્યા છે.

વધુ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા હોવાથી ક્રોયડનના વેસ્ટફિલ્ડના ડેવલપમેન્ટમાં ઓછી દુકાનો રખાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક લોકો છેલ્લા ત્રણ વર્ષથી અપડેટની રાહ જોઈ રહ્યા છે.

ક્રોયડનના મેયર જેસન પેરીએ જણાવ્યું હતું કે કાઉન્સિલ ક્રોયડન પાર્ટનરશિપ સાથે નિયમિત બેઠકો કરી રહી છે, જે પ્રોજેક્ટના જોઇન્ટ વેન્ચર યુનિબેલ-રોડમકો-વેસ્ટફિલ્ડનુ નેતૃત્વ કરે છે અને હેમરસનને જોડે છે. જે પાર્ટનરશિપ એક “માસ્ટર-પ્લાનિંગ ટીમ” મૂકવાની પ્રક્રિયામાં છે. જૂની ઓલ્ડર્સ બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર ટૂંક સમયમાં લોસ્ટ નામના ઇમર્સિવ થિયેટરમાં પરિવર્તિત થવાનો છે.

LEAVE A REPLY

1 × two =