Cyclone Mindoos wreaks havoc on Tamil Nadu coast
તમિલનાડુના મમલ્લપુરમના દરિયાકાંઠે શનિવાર (10 ડિસેમ્બર)ની મધ્યરાત્રે ચક્રવાતી તોફાન મૈંડૂસ ત્રાટકતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા (ANI Photo)

તમિલનાડુના મમલ્લપુરમના દરિયાકાંઠે શનિવાર (10 ડિસેમ્બર)ની મધ્યરાત્રે ચક્રવાતી તોફાન મૈંડૂસ ત્રાટકતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા હતા અને પ્રતિ કલાક 70 કિમી ઝડપથી પવનને કારણે શહેરમાં આશરે 400 વૃક્ષો ધરાશાયી થયા હતા. જોકે પછી ચક્રવાતી તોફાન નબળુ પડીને ડીપ ડિપ્રેશનનમાં ફેરવાયું હતું.

ચક્રવાતી તોફાન પગલે પડોશી રાજ્ય આંધ્રપ્રદેશના રાયલસીમા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. આંધ્ર સરકારના સ્ટેટસ રિપોર્ટ અનુસાર, તિરુપતિ જિલ્લાના નાયડુપેટામાં શનિવારે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 281.5 મિમી વરસાદ નોંધાયો હતો.

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને જણાવ્યું હતું કે આ તોફાનથી ચાર વ્યક્તિના મોત થયા હતા. કાસિમેડુ વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરનાર સ્ટાલિને જણાવ્યું હતું કે સરકારે પરિસ્થિતિનો અંદાજ લગાવ્યો હતો અને તમામ પગલાં લીધા હતા અને તેથી મોટા નુકસાનને અટકાવી શકાય. . ઘણા વૃક્ષો વિદ્યુત થાંભલા પર પડી ગયા હતા. રોડ ક્લિયર કરવાનું કામ પૂરજોશમાં ચાલી છે. લગભગ 25,000 કર્મચારીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થયા છે. ચેંગલપેટ, કાંચીપુરમ અને વિલ્લુપુરમના પડોશી જિલ્લાઓમાં બચાવ કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ચક્રવાતને કારણે ઇલેક્ટ્રિક થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર્સને નુકસાન થયું હોવાથી 600 સ્થળોએ પાવર સપ્લાય બંધ કરાયો હતો.નુકસાનનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે અને જો જરૂર પડશે તો કેન્દ્રની મદદ લેવામાં આવશે. અગાઉ, રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે 205 રાહત કેન્દ્રોમાં 9,000થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે.

શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનવિરા સવારે 6 વાગ્યાની વચ્ચે એરપોર્ટની કામગીરી પ્રભાવિત થતાં 30 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરાઇ હતી. વહેલી સવારે એરપોર્ટનો રનવે થોડા સમય માટે બંધ કરાયો હતો. આ ઉપરાંત, 9 આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી અને 21 ઇનકમિંગ ફ્લાઇટ અન્ય શહેરોમાં ડાયવર્ટ કરાઈ હતી.

LEAVE A REPLY

12 − 6 =