Death of Mikhail Gorbachev,
FILE PHOTO: REUTERS/Sergei Karpukhin/File Photo

વિશ્વમાં કોલ્ડ વોરનો અંત લાવનારા રશિયાના નેતા મિખાઇલ ગોર્બોચેવનું મોસ્કોમાં 91 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના અવસાનની જાહેરાત રશિયાની ન્યૂઝ એજન્સીઓએ મંગળવારે કરી હતી. તેઓ 1985થી 1991 સુધી સત્તા પર હતા.

નોબેલ શાંતિ પુરસ્કાર જીતનારા ગોર્બાચેવનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું હતું. મિખાઈલ ગોર્બાચેવે લોહી વહાવ્યા વગર શીત યુદ્ધ સમાપ્ત કર્યું હતું પરંતુ તેઓ સોવિયેત સંઘના પતનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
વર્ષ 1989માં સામ્યવાદી પૂર્વીય યુરોપના સોવિયેત બ્લોકના રાષ્ટ્રોમાં લોકશાહી તરફી વિરોધ ઉગ્ર બન્યો હતો તેમ છતાં તેઓએ બળનો ઉપયોગ કરવાનું ટાળ્યું. બીજી તરફ અગાઉના ક્રેમલિન નેતાઓએ 1956માં હંગેરીમાં અને 1968માં ચેકોસ્લોવાકિયામાં વિદ્રોહને કચડી નાખવા માટે ટેન્ક મોકલ્યા હતા. પરંતુ વિરોધોએ સોવિયેત યુનિયનના 15 ગણરાજ્યોમાં સ્વાયત્તતા માટેની આકાંક્ષાઓને વેગ આપ્યો જે આગામી બે વર્ષમાં અરાજકતાથી ફેલાયો. ગોર્બાચેવ તે પતન રોકવા માટે સંઘર્ષ કર્યો હતો.

ગોર્બાચેવ 1985માં સોવિયેત સંઘના નવા નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ 1985થી 1991 સુધી સોવિયેત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ હતા. 1988થી 1989 સુધી તેઓ સુપ્રીમ સોવિયેતના પ્રેસિડિયમના અધ્યક્ષ રહ્યા હતા. 1988થી 1991 સુધી તેઓ સ્ટેટ કંટ્રી હેડ રહ્યા રહ્યા હતા. 1989થી 1990 સુધી તેમણે સુપ્રીમ સોવિયેતના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું.

ગોર્બાચેવ માત્ર 53 વર્ષની ઉંમરમાં વર્ષ 1985માં કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા હતા. તેઓ 1991 સુધી આ પદ પર રહ્યા જ્યારે પાર્ટી પોતે જ વિસર્જન થઈ ગઈ અને સોવિયેત સંઘનું ટૂંક સમયમાં પતન થઈ ગયું. તેમની ‘ગ્લાસનોસ્ટ’ની નીતિ – મુક્ત ભાષણે પાર્ટી અને રાજ્યની પહેલા અકલ્પનીય ટિકાની અનુમતિ આપી પરંતુ તે રાષ્ટ્રવાદીઓને પણ પ્રોત્સાહિત કર્યા જેમણે લાતવિયા, લિથુઆનિયા, એસ્ટોનિયા અને અન્ય સ્થળોના બાલ્ટિક ગણરાજ્યોમાં સ્વતંત્રતા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.