Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષો દ્વારા કરાતું મફત વિતરણ એક મહત્ત્વનો મુદ્દો છે, જેને વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે અને દેશના કલ્યાણ માટે તે આ મુદ્દાની સુનાવણી કરી રહી છે, એમ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ સવાલ કર્યો હતો કે રાજ્યો માટે ફ્રી કલ્ચર પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકાર કાયદો બનાવે તો તે ન્યાયિક તપાસ માટે ખુલ્લું મન ધરાવે છે કે નહીં. રેવડી કલ્ચર અંગેના વકરેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે અગાઉની સુનાવણીમાં નિરીક્ષણ કર્યું હતું કે મફત વિતરણ અને સામાજિક કલ્યાણ યોજનાઓ બે અલગ-અલગ બાબતો છે તથા અર્થતંત્રની તંદુરસ્તી અને કલ્યાકારી યોજના વચ્ચે સંતુલન રાખવું પડશે.

કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે સવાલ એ છે કે યોગ્ય ચૂંટણી વચનો કોને ગણવા. મફત શિક્ષણના વચનને આપણે ફ્રી કલ્ચર માની શકીએ? પીવાનું મફત પાણી, વીજળીના લઘુતમ આવશ્યક યુનિટ વગેરેને આપણે ફ્રી કલ્ચર ગણાવી શકીએ? શું કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ફ્રી ઇલેક્ટ્રોનિક્સને કલ્યાણકારી ગણાવી શકાય? જોકે સુપ્રીમ કોર્ટે ફ્રી વિતરણના વચનો કરતાં રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની અરજીની વિચારણા કરવાનો ઇનકાર કર્યો હતો.