બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ (ફાઇલ ફોટો . (Photo by Ian Gavan/Getty Images)

બોલિવૂડ એક્ટ્રેસ દિપિકા પાદુકોણને ફિલ્મના શુટિંગ દરમિયાન હૃદયના ધબકારા વધી જવાના કારણે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તે હૈદરાબાદમાં અમિતાભ બચ્ચન સાથે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન તેના હૃદયની ગતિ અચાનક જ વધી જતાં તે અસ્વસ્થતાનો અનુભવ કરી રહી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ તે તરત જ શૂટિંગ માટે સેટ પર પરત ફરી હતી.