Deepika Padukone will dominate Bollywood for two years
(ANI Photo)

ઓમ શાંતિ ઓમ’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરનારી કરનારી દીપિકા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે તેવું કહેવાય છેવર્તમાન અને આવતા વર્ષે મોટા બજેટની તેની પાંચ જુદી જુદી ફિલ્મો રીલીઝ થશેઅત્યારે તે પોતાની સુપરડુપર હિટ ફિલ્મ પઠાણની ઉજવણી કરી રહી છેશાહરુખ સાથે જ કારકિર્દીની શરૂઆત કરનારી દીપિકાએ આ વર્ષની શરૂઆતમાં સફળતાની સિક્સ મારીને પોતાની કાબેલિયત સાબિત કરી છેએવું કહવાય છે કેબોલીવૂડની અભિનેત્રીમાં દીપિકા પદુકોણની ફી સૌથી વધુ છેસૂત્રો કહે છે કેજુદા જુદા નિર્માતાઓએ દીપિકાની આ પાંચ ફિલ્મો પર રૂ. 1475 કરોડનું રોકાણ કરીને જુગાર રમ્યો છેએક ફિલ્મમાં તો તે પડકારરૂપ એક્શન ભૂમિકામાં જોવા મળશે.   

જવાન

શાહરુખ ખાનની નવી એક્શન થ્રીલર ફિલ્મમાં દીપિકા મુખ્ય પાત્ર ભજવી રહી છેસુપરહિટ ડાયરેક્ટર એટલીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મમાં શાહરુખ પણ અનોખી ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મમાં દીપિકાને લેવાનું સૂચન શાહરૂખે જ કર્યું હતુંઆ ફિલ્મમાં વિજય સેતુપતિનયનતારાસાન્યા મલ્હોત્રા પણ હશેઅને તે જૂન 2023એ થીએટર્સમાં રિલીઝ થશે.  

ફાઈટર

ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં દીપિકારિતિક રોશન સાથે જોવા મળશેઆ જોડીની જાહેરાત સાથે જ દીપિકા અને રિતિકના ચાહકોમાં ઉત્સાહી બની ગયા છે. ‘ફાઈટરમાં એક્શન દ્રશ્યો કરવા માટે દીપિકાએ ખાસ ટ્રેનિંગ પણ લીધી હોવાનું કહેવાય છેફિલ્મનું શૂટિંગ અત્યારે જમ્મુકાશ્મીરમાં ચાલી રહ્યું છે અને દીપિકા અને રિતિક થોડા સમય અગાઉ  ફિલ્મ ક્રૂ સાથે કાશ્મીર ગયા છેઆ ફિલ્મનું બજેટ રૂ. 250 કરોડ હોવાનું કહેવાય છે અને દીપિકારિતિકની સાથે અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં ભજવી રહ્યા છે.  

પ્રોજેક્ટ K

બાહુબલિ તરીકે ઓળખાતા પ્રભાસ સાથે દીપિકા આ ફિલ્મમાં પ્રથમવાર જોડી જમાવશેમીડિયા સૂત્રોના જણાવ્યા મુજબઆ ફિલ્મનું બજેટ રૂ. 500 કરોડ નક્કી કરવામાં આવ્યું છેપ્રભાસદીપિકા પાદુકોણઅમિતાભ બચ્ચન અને દિશા પટાનીનું અનોખું કોમ્બિનેશન ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધ શહેરોમાં થયું છેઅત્યારે ફિલ્મના પોસ્ટપ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ફિલ્મને આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે.  

બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 : દેવ

બ્રહ્માસ્ત્રને મળેલી સફળતા પછી ડાયરેક્ટર અયાન મુખર્જી ફિલ્મનો બીજો પાર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છેફેન્ટસી એક્શન ડ્રામા ફિલ્મના બીજા ભાગમાં દીપિકાનું સ્થાન નક્કી થઈ ગયું છેકહેવાય છે કેદીપિકા બ્રહ્માસ્ત્ર સિરીઝની બીજી ફિલ્મમાં રણબીર કપૂરની માતા અમ્રિતાના પાત્રમાં જોવા મળશેપ્રથમભાગમાં ઉલ્લેખ કરવામાં આવેલા પાત્ર દેવની પત્ની તરીકે દીપિકાનો રોલ ગોઠવવામાં આવ્યો છે અને રણબીરના કેરેક્ટર શિવામાં કેવી રીતે શક્તિ આવે છે તે વાતનો ઉલ્લેખ આ ફિલ્મમાં કરવામાં આવશે. ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 : દેવનું બજેટ રૂ. 410 કરોડ રાખવામાં આવ્યું છે.

સિંઘમ અગેઈન

રોહિત શેટ્ટી તેમના સુપર ડુપર હિટ પોલીસ યુનિવર્સમાં મહિલા પોલીસ ઓફિસરનો સમાવેશ કરી રહ્યા છેજેમાં દીપિકાની એન્ટ્રી પાકી થઈ ગઈ છેરોહિત અત્યારે સિંઘમ અગેઈનની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છેઅજય દેવગણની સાથે આ ફિલ્મમાં દીપિકા પણ પોલીસ અવતારમાં જોવા મળશેફિલ્મનું બજેટ 115 કરોડ નક્કી કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં દીપિકા અજયની સાથે આશ્ચર્યજનક એક્શન દ્રશ્યો પરફોર્મ કરતી નજર આવશે.

LEAVE A REPLY

fourteen − thirteen =