People above the age of 70 are required to renew their driving license
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

LCNL એજિંગ પોપ્યુલેશન ટીમ દ્વારા ચોથા સેમિનાર ‘ડિમેન્શિયા – શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વૃદ્ધત્વની અસર’નું આયોજન બુધવાર 13મી જુલાઈ 2022ના રોજ રાત્રે 8થી 9.30 દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરાયું છે. તેનું ઝૂમ પર લાઇવ સ્ટ્રીમ પણ કરાશે. જેનો મીટિંગ ID: 850 5938 9547 અને પાસવર્ડ: AP2022 છે. એલસીએનએલ મહાજન ફેસબુક પેજ પર પણ લાઈવ જોઇ શકાશે.

આ સેમિનારમાં વૃદ્ધત્વ પ્રક્રિયા પર પ્રો. ભીક કોટેચા, વૃદ્ધત્વ અને સાંધા પર ડૉ જીતેન્દ્ર કક્કડ, વૃદ્ધાવસ્થા, આહાર, પાચન અને ચયાપચય વિશે ડૉ. દીપા મોદી, વૃદ્ધાવસ્થા અને તેની સામાજિક અસર પર જ્યોતિ જોશી માર્ગદર્શન આપશે. પ્રશ્ન અને જવાબનું આયોજન કરાયું છે.

સંપર્ક: ચંદુભાઈ રૂઘાણી 07465 413 067