– રાજદૂત ગુરજીત સિંહ, એમ્બેસડર

જ્યારે યુરોપમાં રોગચાળા અને નવા યુદ્ધને કારણે વૈશ્વિકરણ સામે ધમકીઓને ઉગ્ર થતી જોવા મળી રહી છે ત્યારે આપણને સૌને ડેવલપમેન્ટ પાર્ટનરશીપ કાર્યક્રમોની વધુ જરૂરિયાત ઉભી થઇ છે. ડેવલપમેન્ટ પાર્ટનરશીપ પ્રત્યેનો ભારતનો અભિગમ છેક ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અનુભવમાં રહેલો હતો. અન્ય વિકાસશીલ દેશો પણ તેમાં સામેલ હતા. પ્રારંભિક સંસાધનના અવરોધો હોવા છતાં, ભારતે 1947માં સ્વતંત્રતા મળ્યા પછી તરત જ, તેના વિકાસલક્ષી અનુભવ અને ટોક્નોલોજીકલ કૌશલ્યને અન્ય દેશો સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું. જે શિષ્યવૃત્તિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોથી શરૂ થઇ સંસ્થાઓના નિર્માણમાં પરિણમ્યું હતું.

ભારતનો વિકાસલક્ષી ભાગીદારીનો અભિગમ માનવ સંસાધન વિકાસ પર કેન્દ્રિત છે; તે ભાગીદારી માટે આદર દર્શાવે છે, વિવિધતા પ્રદાન કરે છે, ભવિષ્ય તરફ જુએ છે અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટને કેન્દ્રમાં રાખે છે. આફ્રિકન ઇન્ટરલોક્યુટર્સના સર્વેક્ષણમાં 60% લોકોએ જણાવ્યું હતું કે ભારતીય FDI પછી HRD, કેપેસીટી બિલ્ડીંગ, તાલીમ અને શિષ્યવૃત્તિઓને તેમણે ભારતીય ભાગીદારીના મૂલ્યવાન ભાગ તરીકે જોયા છે. ડેવલપમેન્ટ પાર્ટનર્સ સાથે સમાન ધોરણે સહકાર કરવો અને તેમની વિકાસની પ્રાથમિકતાઓ દ્વારા માર્ગદર્શન આપવું એ ભારતનો મૂળભૂત અભિગમ છે.

જુલાઈ 2018માં યુગાન્ડાની સંસદમાં વડાપ્રધાન મોદીના સીમાચિહ્નરૂપ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ‘અમારી ડેવલપમેન્ટ પાર્ટનરશીપમાં તમારી પ્રાથમિકતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તે એવી શરતો પર હશે જે તમારા માટે આરામદાયક હશે, જે તમારી સંભવિતતાને મુક્ત કરશે અને તમારા ભવિષ્યને અવરોધશે નહીં. અમે શક્ય તેટલી સ્થાનિક ક્ષમતા બનાવીશું અને તેટલી જ સ્થાનિક તકો ઊભી કરીશું.’’

ભારતની ડેવલપમેન્ટ પાર્ટનરશીપના મુખ્ય સાધનોમાં ધિરાણ, ગ્રાન્ટ સહાય, નાના વિકાસ પ્રોજેક્ટ્સ, ટેકનિકલ કન્સલ્ટન્સી, આપત્તિ રાહત અને માનવતાવાદી સહાય તેમજ ભારતીય ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) પ્રોગ્રામ હેઠળ કેપેસીટી બિલ્ડીંગ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

1964માં આઈટીઈસી પ્રોગ્રામની સ્થાપના થઈ હતી. ભારત સમજે છે કે નવા સ્વતંત્ર થયેલા અને ઉભરતા દેશોએ તેમના વિકાસ માટે પડકારોનો સામનો કરવો પડ્યો છે. ITECએ ભારતનો પોતાનો વિકાસ અનુભવ અને વધતી જતી સિદ્ધિઓને આથી અન્ય વિકાસશીલ દેશો સાથે શેર કરી છે.

ITEC પ્રોગ્રામમાં 6 મુખ્ય ગુણો છે જે આ મુજબ છે:

(1) ITEC અભ્યાસક્રમોની અંતર્ગત કેટલાક ક્ષેત્રોમાં નિયમિત અભ્યાસક્રમો માટે ભારતમાં તાલીમ.

(2) કન્સલ્ટન્સી સેવાઓ આપવી અને ભાગીદાર દેશોમાં સૂચિત પ્રોજેક્ટ્સ માટે સંભવિતતાનો અભ્યાસ કરવો.

(3) ભાગીદાર દેશોમાં પરસ્પર સંમતિ ધરાવતા વિસ્તારોમાં અનુદાન-આધારિત પ્રોજેક્ટ્સ સેટ કરવા.

(4) નિષ્ણાતોને ભાગીદાર દેશોમાં મોકલવા.

(5) ભાગીદાર દેશોના નિર્ણય લેતા અગ્રણીઓ દ્વારા પ્રવાસોનો અભ્યાસ અને અનુભવ વહેંચવો.

(6) આપત્તિ રાહત અને માનવતાવાદી સહાય માટેની જોગવાઈ.

ભારતીય ભાગીદારી રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓને સીધી રીતે સમર્થન આપે છે. ભારત IBSA ફંડ અથવા ઈન્ડિયા-યુએન ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ફંડ જેવી સમાન સિદ્ધિઓ માટે બહુપક્ષીય ભંડોળમાં પણ યોગદાન આપે છે.

ભારતની ડેવલપમેન્ટ પાર્ટનરશીપ અન્ય વિકાસશીલ દેશો માટે તેના પોતાના અનુભવ અને તેના જાહેર અને ખાનગી ક્ષેત્રોની ક્ષમતાનો ઉપયોગ કરીને નવી તકો ઊભી કરે છે. આમ, તે માળખાકીય અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરે છે જે અન્ય દેશોમાં શોષણને મર્યાદિત કરે છે. આ માપદંડ વધુ મહત્વપૂર્ણ છે.

સહકારી ડેવલપમેન્ટ પાર્ટનરશીપના ભારતીય મોડલથી વિકાસશીલ દેશો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો તરફથી ભારતીય ભાગીદારી મોડલને સન્માન મળ્યું છે.

નેપાળમાં, ભારતે હાઇવેનું નિર્માણસ ગામડાઓનું વિદ્યુતીકરણ, પીવાના પાણીની યોજનાઓ પૂરી પાડી દેશની ક્ષમતામાં વધારો કર્યો છે. શ્રીલંકાની તાજેતરની કટોકટીમાં ભારતે ફ્યુઅલ, ખોરાક અને દવાઓની સમસ્યાઓ દૂર કરવા તાત્કાલિક સહાય માટે લગભગ $3.8 બિલિયનનો ટેકો પૂરો પાડ્યો છે.

આફ્રિકામાં, પાન આફ્રિકન ઇ-નેટવર્ક પ્રોજેક્ટ અંતર્ગત 2009 અને 2019ની વચ્ચે 47 દેશોને ટેલીમેડિસિન અને ટેલિ-એજ્યુકેશન સુવિધાઓ પૂરી પાડી હતી. જે હવે આગામી ડિજિટલ તબક્કામાં આગળ વધ્યો છે. ઘાનામાં સેન્ટર ફોર આઇટી એક્સેલન્સ અને સેનેગલમાં એન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર જેવી અન્ય સફળતાની વાર્તાઓ છે. ભારત-આફ્રિકા ફોરમ સમિટે ભારતની વિકાસ ભાગીદારી માટે એક નવો દાખલો પૂરો પાડ્યો, જેમાં કેટલાંક બિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે.

ASEAN દેશોમાં, ભારતે ASEAN એકીકરણ માટે ASEAN પહેલમાં અનેક પ્રોજેક્ટ્સનું યોગદાન આપ્યું છે અને કંબોડિયા, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામના પ્રોજેક્ટ્સને પણ સમર્થન આપ્યું છે જેણે વિકાસના અંતરને ઘટાડવામાં મદદ કરી છે. ભારતે ઈન્ડિયા-સેન્ટ્રલ એશિયા ફોરમ અને ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન દ્વારા પ્રોજેક્ટ હાથ ધર્યા છે.

અર્થતંત્ર વધતાં ભારતે પોતાની સુવિધાઓ અન્ય દેશોને આપી પોતાના ખાનગી ક્ષેત્રને રાહતની લોન અને ખાનગી ક્ષેત્રના રોકાણને વધુ સમર્થન સાથે આફ્રિકા અને અન્ય દેશોમાં જવા માટે પ્રોત્સાહિત કર્યુ હતું. આ અભિગમોને હવે ઈન્ડિયા ડેવલપમેન્ટ ઈનિશિએટીવ હેઠળ નવા સેટમાં સન્માનિત કરાઇ રહ્યા છે, જે વર્તમાન પરિસ્થિતિ સાથે તાલમેલ જાળવી રાખશે અને ભારતના ડેવલપમેન્ટ પાર્ટનર્સને મદદ કરશે.

***

[લેખક અને એમ્બેસડર ગુરજીત સિંહ એક નિવૃત્ત ભારતીય રાજદ્વારી છે અને જર્મની, ઇન્ડોનેશિયા, આસિયાન, ઇથોપિયા અને આફ્રિકન યુનિયનમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે]