ભારતમાં જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓને ડિજીટલ બનાવવા માટે ભારત સરકાર દ્વારા “વન નેશન, વન એપ્લીકેશન” અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડીજીટલ અને પેપરલેસ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

‘સ્વચ્છ ભારત સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ’ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન બાદ સચિવ સહિત ઉપસ્થિત સભ્યો દ્વારા આ પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિવે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીશ્રીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજના કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા.

LEAVE A REPLY

12 − 5 =