India successfully test fired
(ANI Photo)

પાકિસ્તાનમાં ભૂલથી બ્રહ્મોસ મિસાઇલ છોડવાની 9 માર્ચની ઘટના બદલ ભારતીય હવાઇદળના ત્રણ અધિકારીઓની મંગળવારે હકાલપટ્ટી કરવામાં આવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલને ભૂલથી છોડવા તરફ દોરી જતી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી)નું પાલન ન થયું હોવાના કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના તારણ બાદ આ ઓફિસરોને બરખાસ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાનો પાકિસ્તાને ભારે વિરોધ કર્યો હતો. આ પછી સંરક્ષણ મંત્રાલયે તેને અતિશય ખેદજનક ઘટના ગણાવી હતી. બ્રહ્મોસ મિસાઇલ 9 માર્ચથી ભૂલથી છોડવામાં આવી હતી. આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આ ત્રણ ઓફિસરો કસૂરવાર ઠર્યા હતા. કેન્દ્ર સરકારે તેમને તાકીદની અસરથી બરખાસ્ત કરવાનો 23 ઓગસ્ટે ઓર્ડર્સ જારી કર્યો હતો.