Bhupendra Patel
(PTI Photo)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિવાળીના શુભદિને દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ-બહેનોને દીપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રકાશનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને તેવી પ્રાર્થના.

મુખ્યપ્રધાને જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરક છે. તેમણે વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં સાથે મળી ગુજરાતની અવિરત વિકાસયાત્રાને નવી ઊંચાઈ પર લઈ જવાનો સંકલ્પ કરવા સૌને આહ્વાન કર્યું છે. ભૂપેન્દ્ર પટલે સામૂહિક શક્તિ, ક્ષમતા, સામર્થ્યથી આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત, વિશ્વગુરુ ભારતની વડાપ્રધાનની નેમ નૂતનવર્ષે સાકાર કરવા સૌને અપીલ કરી છે.

LEAVE A REPLY

ten − seven =