સ્થાનિક સખાવતી સંસ્થાઓ અને સમુદાય આધારિત સંસ્થાઓ દ્વારા નામાંકિત કરવામાં આવેલા અને પોતાના પરિવારના ખોરાક માટે સંઘર્ષ કરી રહેલા, સૌથી વધુ જરૂરિયાતમંદ તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના બર્મિંગહામ, લંડન અને માન્ચેસ્ટરના પરિવારોને પ્રકાશના પર્વ દિવાળી પ્રસંગે ‘દિવાળી બાસ્કેટ બ્રિગેડ’ દ્વારા શનિવાર 7 નવેમ્બરના રોજ ભોજન અને હેમ્પર્સ પહોંચાડવામાં આવ્યા હતા.

રજિસ્ટર્ડ ચેરીટી, દિવાળી ફાઉન્ડેશન દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત દિવાળીની ભાવના આપણા તમામ સમુદાયમાં પ્રસરે તે ઇરાદે દાન દ્વારા £25,000થી વધુ કરમ એકત્ર કરી 25 ફૂડબેંક અને સખાવતી સંસ્થાઓ સાથે ભાગીદારી કરાઇ હતી.

દિવાળી બાસ્કેટ બ્રિગેડના સ્થાપક દીપક પારેખે જણાવ્યું હતું કે “ઉજવણી અને ખુશીના પર્વ દિવાળી પ્રસંગે દુર્ભાગ્યે આપણા સ્થાનિક સમુદાયોમાં ઘણા એવા કુટુંબો છે કે જેમને પરિવારમાં ખુશી લાવવા સંઘર્ષ કરવો પડે છે. દિવાળીના સંદેશાને ટેકો આપવા અને ફેલાવવા માટે દિવાળી બાસ્કેટ બ્રિગેડનો અમારો નાનો પ્રયાસ છે. ”કોવિડ-19 દરમિયાન સ્વયંસેવકોના સહકારથી પડકારો હોવા છતાં અમે બાસ્કેટ પહોંચાડવા નક્કી કર્યું હતું.

ગયા વર્ષે 525 હેમ્પર્સ પૂરા પાડ્યા બાદ 2020માં 2,000 હેમ્પર્સ પૂરા પાડ્યા હતા. જેમાં શાકાહારી ખોરાક, દિવાળીની ‘દીવા’, માસ્ક અને હેન્ડ જેલ સહિતના આરોગ્યપ્રદ મદદરીપ ઉત્પાદનો શામેલ છે. આ વર્ષે અમે જરૂરીયાતમંદ પરિવારોને 35,૦૦૦થી વધુ ભોજન મળે તે માટે 42,000થી વધુ ખોરાક અને જરૂરી ચીજો આપી છે, જેનું વજન 12 ટન જેટલુ થાય છે.

વધુ માહિતી માટે જુઓ: www.diwalibasketbrigade.org