પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ મેડિકલ કમિશનમાં રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (પ્રોફેશનલ કન્ડક્ટ)ના નિયમો, 2022ના મુસદ્દા મુજબ દર્દી કે તેના સત્તાવાર સંબંધીઓએ મેડિકલ રેકોર્ડ માટે કરેલી વિનંતીની યોગ્ય પહોંચ આપવાની રહેશે અને આ મેડિકલ ડોક્યુમેન્ટ હાલના 72 કલાકની જગ્યાએ પાંચ વર્કિંગ દિવસમાં આપવાના રહેશે. જોકે ઇમર્જન્સીના કિસ્સામાં સમાન દિવસે મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ કરવાનો રહેશે. દર્દીની સારવાર કરતાં ડોક્ટર્સ તેમના પગલાં માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. જો દર્દી કે સંબંધોએ અયોગ્ય કે હિંસક વર્તન કરે તો ડોક્ટર્સ સારવારનો ઇનકાર કરી શકશે. આવા દર્દીને સારવાર માટે બીજી જગ્યાએ મોકલી શકાશે.

ડોક્ટર ફરજ દરમિયાન આલ્કોહાન કે બીજા કેફી પદાર્થોનું સેવન કરશે તો તેને ગેરવર્તણુંક માનવામાં આવશે. જો દર્દી તેને આપવામાં આવેલા અંદાજ મુજબ ફી નહીં ચુકવે તો ડોક્ટર્સ વધુ સારવારનો ઇનકાર કરી શકશે. જોકે સરકારી ડોક્ટર્સ કે ઇમર્જન્સીના કિસ્સામાં આ નિયમ લાગુ નહીં પડે.