Dr Ranj Singh (Image credit: @DrRanj/Twitter)

પીડિયાટ્રિક કન્સલ્ટન્ટ અને ટીવી મેડિક ડૉ. રંજ સિંહે કામના દબાણ, મગજના તનાવ અને શા માટે રાત્રિના સમયનો નિત્યક્રમ મહત્વપૂર્ણ છે તે વિષે ખુલાસો કરી લોકોને પોતાની સારસંભાળ જાતે જ લેવા અનુરોધ કર્યો હતો.

હેલ્થ પ્રોફેશનલ્સ પોતાની સુખાકારીને પ્રાથમિકતા ન આપતા હોવાનું જણાવનાર ડૉ. રંજ સિંહ સામાન્ય રીતે ટીવી પર સ્વાસ્થ્ય સલાહ આપતા હોય છે. ITV ના ડૉ. રંજ: ઓન કૉલ અને સીબીબીઝની ‘ગેટ વેલ સુન શો’થી વિખ્યાત ડૉ. રંજ 5 વર્ષથી બર્નઆઉટથી પીડાય છે.

તેઓ કહે છે કે ‘’સદ્ભાગ્યે મને કામ પર સારો ટેકો મળ્યો છે. મારા માટે શ્રેષ્ઠ બાબત એ છે કે મારી જાતને થોડી જગ્યા અને શ્વાસ લેવાની જગ્યા આપવી. પરંતુ મને આનંદ છે કે મેં તે કર્યું, કારણ કે તેણે મને ખરેખર મદદ કરી છે. સામાન્ય સંતુલિત આહાર, મારાથી બને તેટલી પ્રવૃત્તિ, અને મારી ઊંઘનું હું ધ્યાન રાખું છું – આ ત્રણ બાબતો દરેક બાબત માટે મુખ્ય છે. બ્રેવિલના 2,000 લોકોના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘરની અંદરની હવા ક્યારેક બહારની હવા કરતાં સાડા ત્રણ ગણી વધુ પ્રદૂષિત હોઈ શકે છે. મીણબત્તીઓ પ્રગટાવવી, રસોઇ કે ચીમનીમાંથી નીકળતા ગેસ અને કેમિકલયુક્ત ક્લીનીંગ પ્રોડક્ટ્સના ઉપયોગથી હવા પ્રદુષીત થઇ શકે છે. જે અસ્થમા, બ્રોન્કાઇક્ટેસિસ અથવા વીઝીંગ જેવી અંતર્ગત તબીબી સમસ્યાઓને વધારી શકે છે. નબળી ઇન્ડોર હવાની ગુણવત્તા પણ હૃદય રોગ અને સ્ટ્રોક જેવી લાંબા ગાળાની પરિસ્થિતિઓમાં ફાળો આપે છે.”

તેમને ગયા ઉનાળામાં લોંગ કોવિડ હોવાનું નિદાન થયું હતું અને તેનાથી તેમની યાદશક્તિ અને એકાગ્રતા પ્રભાવિત થયા છે. 2009માં પત્ની સાથે સંબંધ તોડ્યા પછી તેઓ ખૂબ જ ઉદાસ, ઉત્પાતીયા અને ગુસ્સાવાળા હોવાની લાગણી અનુભવતા હતા. તેમણે મન પર કાબુ મેળવવા વિષે પણ જણાવ્યું હતું.

Dr Ranj Singh (Image credit: @DrRanj/Twitter)