ન્યૂહામના ડ્રમ ટીચર પંડિત સુદર્શન દાસે ક્વીન્સ જ્યુબિલી પ્રસંગે 16 કલાક અને 41 મિનિટ અને 50 સેકન્ડ સુધી સ્નેર ડ્રમ વગાડી પોતાનો જ 2018નો અગાઉનો 14 કલાકનો રેકોર્ડ તોડી વર્લ્ડ ડ્રમિંગ રેકોર્ડ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

37 વર્ષના પંડિત સુદર્શન દાસે જણાવ્યું હતું કે “હું ખૂબ જ ખુશ છું અને મહારાણીને આ સિદ્ધિ સમર્પિત કરવા બદલ ગર્વ અનુભવું છું.”

શ્રી પંડિતે સૌથી લાંબો ઢોલ વગાડવાનો, ડ્રમ કીટ મેરેથોન અને હેન્ડ-તબલા મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે જે 557 કલાક અને 11 મિનિટ – એટલે કે 25 દિવસથી વધુ સમય ચાલ્યો હતો.

રેકોર્ડની તૈયારી માટે પંડિતે એક વર્ષ સુધીની તાલીમ લઇ પોતાને શિસ્તબદ્ધ અને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં સમય વિતાવ્યો હતો. પંડિત ન્યુહામમાં તબલા અને ઢોલ એકેડમી ચલાવે છે, જ્યાં 100 થી વધુ બાળકો આફ્રિકન અને ભારતીય ડ્રમિંગ શીખે છે.