New government likely to be sworn in by December 12
. (PTI Photo)

ગુજરાતમાં નવી સરકારની શપથવિધિ આગામી 12 ડિસેમ્બર સુધીમાં જ થઇ જવાની ધારણા છે. ગુરૂવાર, તા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે. એમાં ભાજપને સરકાર રચવાલાયક બેઠકો તો આરામથી મળી જશે એવો ભાજપના નેતાઓને વિશ્વાસ છે. આ જ કારણે ચૂંટણીના પરિણામો બાદ તા.9ના સાંજ સુધીમાં પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની પ્રથમ ઔપચારિક બેઠક તા.9ના રાત્રે તથા નવા નેતા ચૂંટી કાઢવા પક્ષની બેઠક તા.10ના સાંજે અથવા 11ના સવારે મળે તેવી શક્યતા છે.

ગાંધીનગરમાં વિધાનસભા ભવન ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવકારવા તથા તેમને ઓળખપત્ર સહિતની કામગીરી માટે વિધાનસભા ભવનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પરિણામો આવતાની સાથે જ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ દિલ્હીથી ગુજરાત આવી પહોંચશે. મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. તા.11 કે 12 ના રોજ ગાંધીનગરમાં જ ભવ્ય શપથવિધિ સમારોહ યોજાવાની શક્યતા છે.

LEAVE A REPLY

6 + two =