જપાનમાં રીક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ નોંધાયો છે. જપાનના પાટનગર ટોકિયોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે, સાંજે 6.10 કલાકે આ ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઈશિનોમાકીથી 34 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના ઝટકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ પછી હવે ત્યાં સુનામીનું જોખમ ઊભું થયું છે. ફુકુશિમાની પાસે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. જપાનમાં આ ભૂકંપને તેની તીવ્રતાની પ્રમાણે ગંભીર માનવામાં આવે છે. શનિવારે સ્થાનિક સમય પ્રમાણે પૂર્વીય દરિયા કિનારે ભૂકંપના આંચકા નોંધાતા એડમિનિસ્ટ્રેશને લોકોને સલામત સ્થળે ખસી જવાની આપી હતી.