Strong earthquake of 6.9 in Taiwan, tsunami alert in Japan
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના પડોશી દેશ નેપાળમાં શનિવાર (12 નવેમ્બર)એ એક સપ્તાહમાં ત્રીજી વખત ભૂકંપ આવતા દિલ્હી અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ શનિવારે રાત્રે આશરે 8 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે જાનહાની કે નુકસાનના કોઇ અહેવાલ મળ્યા ન હતા.

ઉત્તરાખંડના જોશીમઠથી 212 કિમી દક્ષિણપૂર્વમાં નેપાળમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલા નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેનાથી છ વ્યક્તિને મોત થયા હતા. એક સપ્તાહમાં નેપાળમાં આ ત્રીજો ભૂકંપ છે. શનિવારે રાત્રે 7.57 કલાકે ઉત્તરાખંડમાં પિથોરાગઢ, મુન્સિયારી અને ગંગોલીહાટ સહિતના સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આઇએમડીના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. પિથોરાગઢના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર બીએસ મહારે જણાવ્યું હતું.”ભૂકંપનું કેન્દ્રબિંદું નેપાળના સિલાંગા શહેરથી 3 કિમી દૂર અને 10 કિમી ઊંડું હતું. આ ભૂકંપથી ભારત, ચીન અને નેપાળમાં આંચકા અનુભવાયા હતા.

LEAVE A REPLY

1 × four =