પ્રતિક તસવીર (Photo by Jack Hill - WPA Pool /Getty Images)

સૌથી ઉદ્ધત અને નિર્દય મની મેકિંગ કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની તેના વિસર્જન થયાના લગભગ 150 વર્ષ પછી પણ હજુ રોકડમાં કમાણી કરી રહી છે. છેલ્લા 45 વર્ષોમાં બ્રિટિશ કલેક્ટર રોબર્ટ અને નોર્મા પુડેસ્ટર દ્વારા એકત્ર કરાયેલો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કાઓનો સમૂહ એક હરાજી £1.95 મિલિયનમાં વેચાયો હતો.

905 લોટમાં એલિઝાબેથ યુગના અંતના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શરૂઆતના સિક્કાઓ આવરી લેવાયા હતા અને EICનું રાષ્ટ્રીયકરણ થયા પછીના સીધા બ્રિટિશ શાસનના સમયગાળાના રાજના સિક્કાઓનો સમાવેશ કરાયો હતો.

EIC સિક્કા તેમની ગુણવત્તા માટે જાણીતા છે. ભારતમાં માલસામાન ખરીદવા માટે શરૂઆતમાં કંપની તેના વેપાર માટે બુલિયનનો ઉપયોગ કરવા પર નિર્ભર હતી અને તેને રૂપિયા અને મુહુરમાં ફેરવવા માટે સ્થાનિક ટંકશાળમાં મોકલતી હતી. EIC શક્તિશાળી રાજકીય એકમ બનતા તેણે કલકત્તા, બોમ્બે (મુંબઈ) અને મદ્રાસ (ચેન્નઈ)માં પોતાનો પાયો નાંખી પોતાની આગવી સિક્કા અને નાણાકીય વ્યવસ્થા વિકસાવી હતી. પુડેસ્ટરને ઘણીવાર તેણે એકત્ર કરેલા સિક્કાઓ માટે £250 જેટલી ચૂકવવી પડતી હતી. આ મહિને વેચાણ વખતે સૌથી મૂલ્યવાન સિક્કો બોમ્બેમાં બનાવેલ 1765ની હાફ-મોહર હતી, જે £117,800માં વેચાઈ હતી.

LEAVE A REPLY

twenty + 13 =