Police in hi-visibility jackets policing crowd control

એક વ્યક્તિનું માથું કાપી નાખવાનો પ્રયાસ કરનાર ઇસ્ટ લંડનની કુખ્યાત સમુરાઇ ગેંગના સભ્ય ઇસ્ટ હામના 34 વર્ષીય સબેસન શિવનેશ્વરનનું ગયા વર્ષે જુલાઈમાં બેંગાલ રોડ પર એક બાળકના જન્મદિવસની ઉજવણી વખતે ખૂબ જ દારૂ પીધા પછી પોતાની જ ઉલ્ટીમાં ગૂંગળામણથી મૃત્યુ થયું હતું.

પોલીસ અને પેરામેડિક્સે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. શિવેશ્વરન સાત સભ્યોની ‘ઈસ્ટ હામ બોયઝ’ ગેંગનો સભ્ય હતો જેણે હરીફ જૂથને નિશાન બનાવ્યુ હતું. તલવારો, કુહાડીના હેન્ડલ્સ અને લાકડાના ટુકડાઓથી સજ્જ ચાર જણાએ હુમલો કરીને 23 વર્ષીય વ્યક્તિનું માથું કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડિતનો હાથ આંશિક રીતે કપાઈ ગયો હતો. તેના બે વર્ષ પછી, શિવેશ્વરનને ઓછામાં ઓછી આઠ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગેંગના અન્ય સભ્યોને પણ જેલમાં ધકેલી દેવાયા હતા.

શિવેશ્વરન 10 વર્ષનો હતો ત્યારે આ દેશમાં આવ્યો હતો અને તે હંમેશા એકલો રહેતો હતો. બનાવના દિવસે તેણે માતા સાથે વાત કરી અને ગુડબાય કહ્યું હતું.

LEAVE A REPLY

19 + 12 =