પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપીયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ 11 વર્ષ પછી પ્રથમવાર વ્યાજદરમાં ગુરુવારે 0.50 ટકાનો વ્યાજદરમાં વધારો કર્યો હતો. આની સાથે હવે યુરોપીયન ઝોનમાં નેગેટિવ રેટનો યુગ પૂરો થયો છે. વ્યાજદરને 0.5 ટકા વધારીને ઝીરો ટકા કરવામાં આવ્યા છે અને આ વર્ષે વધુ રેટહાઇક કરવાની યોજના ધરાવે છે.

રેટ 2014થી નેગેટિવ હતી. જોકે કન્ઝ્યુર ફુગાવો જૂન સુધીના 12 મહિનામાં વધીને 8.6 ટકા થયો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુરો ઝોનમાં ફુગાવો છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. વધતા ફુગાવાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઇસીબી પણ વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની સાથે વ્યાજદરમાં વધારા કરવાની રેસમાં જોડાઈ છે.

આગામી સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા પણ 0.75 ટકા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના મૂકવામાં આવે છે. ઇસીબીની હવે પછી 8મી સપ્ટેમ્બરે મીટીંગ મળવાની છે અને તેમાં પણ વધુ વ્યાજદરમાં વધારો થઈ શકે છે. ઇસીબીએ જણાવ્યું હતું કે, વ્યાજદરમાં વધુ સરળીકરણ શક્ય છે. હવે નેગેટિવ ઇન્ટરેસ્ટ દરનો તબક્કો પૂરો થયો છે અને દરેક મીટિંગમાં વ્યાજદરમાં ફેરફારમાં શક્યતા રહેલી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.

દરમિયાન ઇસીબી દ્વારા 11 વર્ષ પછી વ્યાજદરમાં વધારો કરવામાં આવતા ડોલર ઇન્ડેક્સની તેજીને બ્રેક લાગી હતી. ડોલર ઇન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે ટ્રેડ થતો હતો તો યુરો પણ ડોલર સામે 0.8 કટા સુધર્યો હતો. ઇસીબીના પગલાં પછી વૈશ્વિક સોનું ગબડીને 1685 ડોલરથી સુધરીને 1701 ડોલર મૂકાતું હતું.