Electric car range '20% less than advertised'
પ્રતીકાત્મક તસવીર

મેગેઝિન ‘વૉટ કાર’ દ્વારા એક ડઝન વાહનોને સંપૂર્ણ ચાર્જ કરાયા બાદ તેમને વિવિધ પ્રકારના રસ્તા અને ડ્રાઇવિંગની સ્થિતિ સાથે ટેસ્ટીંગ સાઇટ પર ચલાવવામાં આવતાં જાણવા મળ્યું હતું કે 0 ડીગ્રી સેલ્સીયસથી 2 ડીગ્રી સેલ્સીયસ સુધીના ઠંડા હવામાનમાં ઇલેક્ટ્રિક કારની મુસાફરીનું અંતર ત્રીજા ભાગ જેટલું ઘટી જાય છે.

ચાઈનીઝ કંપની ઓરા દ્વારા બનાવાયેલી પાંચ દરવાજાની હેચબેક કાર ફંકી કેટ ફર્સ્ટ એડિશનમાં જાહેરાતમાં જણાવ્યા મુજબની રેન્જ 193 માઈલ સામે વાસ્તવિક અંતર 130 માઈલ જણાયું હતું. જે જાહેરાત કરતાં 33 ટકા ઓછું છે. રેનો મેગાન ઇ ટેકમાં 32 ટકાની, નિસાન એરિયામાં 16 ટકા વિસંગતતા જણાઇ હતી. ટેસ્લા મોડલ વાય 18 ટકા સાથે બીજા સ્થાને રહી હતી.

‘વોટ કાર’ની ટેસ્ટિંગ ટીમનું નેતૃત્વ કરી રહેલા વિલ નાઈટીંગેલએ જણાવ્યું હતું કે, “કારના ગ્રાહકોને તેમની કાર સામાન્ય રીતે શિયાળાની બ્રિટિશ વેધરમાં કેટલા માઈલ કવર કરી શકશે તેની સ્પષ્ટ સંભવિત સમજ આપવા માટે આ ટેસ્ટ કરાયું હતું.

ગયા મહિને અમેરિકન કંપની રિકરન્ટે ઇલેક્ટ્રિક કારની તપાસ કરતાં જણાયું હતું કે ઠંડા તાપમાનમાં તે કાર 30 ટકા સુધીનું અંતર ગુમાવી શકે છે. સિએટલ સ્થિત કંપનીએ -7C અને -1C વચ્ચેના તાપમાને 7,000 કારમાં રેન્જ લોસનું પરીક્ષણ કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વાહન જેગ્વાર આઇ-પેસ હતી. જેની અંદાજિત રેન્જ લોસ 3 ટકા હતી, પરંતુ વોક્સવેગન ID.4 ની રેન્જ લોસ 30 ટકા હતી.

યુકેમાં 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કાર અને વાનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને 2035થી હાઇબ્રિડ વાહનો પર પણ લાગુ થશે.

LEAVE A REPLY

10 − seven =