Twitter suspended the accounts of several journalists in the US

ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગરૂપે નવા માલિક ઇલોન મસ્ક શુક્રવારે ટ્વીટરના આશરે 3,700 કર્મચારીઓમાંથી 50% કર્મચારીઓની છટણી કરી હતી. કંપની એક આંતરિક દસ્તાવેજમાં જણાવાયું છે કે “આશરે 50 ટકા” કર્મચારીઓને અસર થઈ હતી અને તાત્કાલિક ધોરણે કંપનીના કમ્પ્યુટર્સ અને ઇ-મેઇલની ઍક્સેસ નકારવામાં આવ્યા હતા. છટણી પહેલા ટ્વિટરે વિશ્વભરમાં તેની ઓફિસો કર્મચારીઓ માટે બંધ કરી દીધી હતી. કર્મચારીઓને ઈમેલ દ્વારા તેમના ભાવિના સમાચારની રાહ જોવા માટે ઘરે જ રહેવાની સૂચના આપી હતી.

કંપનીના વિશ્વભરના કર્મચારીઓને દરવાજો બતાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ પણ સિલિકોન વેલીની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એકને ગુડબાય કહેવા કે હતાશા બહાર કાઢવા માટે ટ્વીટરનો આશ્રય લીધો હતો.
અમેરિકા અને કેનેડા માટે ટ્વિટરના પબ્લિક પોલિસીના ડિરેક્ટર મિશેલ ઓસ્ટિનએ જણાવ્યું હતું કે, તે સમાચારથી સાથે સવાર પડી હતી કે ટ્વિટરમાં કામ કરવાનો મારો સમય પૂરો થઈ ગયો છે. હું દિલગીર છું. મારા માટે આ સ્વીકારવાનું અશક્ય છે.

આ મુદ્દે તેમની પ્રથમ ટિપ્પણીમાં મસ્કે ટ્વિટ કર્યું હતું કે “કંપની દરરોજના $4 મિલિયન ગુમાવી રહી હોય ત્યારે કમનસીબે ટ્વિટરના માનવબળમાં ઘટાડાના મુદ્દે કોઈ વિકલ્પ નથી.” મસ્કએ શુક્રવારે સાંજે કંપનીના પ્રારંભિક ઇમેઇલમાં કર્મચારીઓને આગામી છટણી અંગે સૂચિત કર્યાના 24 કલાક પછી આ ટીપ્પણી કરી હતી.

ટ્વીટરના માલિક બન્યા બાદ ઇલોન મસ્ક કેટલાંક આક્રમક પગલાં લઈ રહ્યાં છે. આ ઉપરાંત આ સોશિયલ મીડિયા સાઈટ પર લોકોને વર્ક ફ્રોમ હોમ (WFH)ની જે સુવિધા મળતી હતી તે પણ બંધ કરાશે. ટ્વિટરની ડીલ થવાની હતી ત્યારે જ ઈલોન મસ્કે કહી દીધું હતું કે તે કંપનીમાંથી ઓછામાં ઓછા 75 ટકા લોકોની છટણી કરવા માંગે છે. છટણી માટેનું લિસ્ટ બની ગયું હતું અને હવે તે મુજબ લોકોને કાઢી મુકવામાં આવશે. મસ્કે ડીલ કર્યા પછી પરાગ અગ્રવાલને CEO પદેથી પાણીચુ આપ્યું હતું. પરંતુ હવે ટ્વિટરમાં જરૂરી સુધારા કરવા માટે અન્ય એક ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ શ્રીરામ ક્રિષ્નન ની મદદ લેવી પડી છે. ઈલોન મસ્ક આ એક્વિઝિશન પછી સોશિયલ મીડિયા કંપનીમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કરવા માંગે છે. ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્કે 44 અબજ ડોલરની ચુકવણી કરી છે અને હવે આ ખર્ચ વસુલ કરવા માટે તેમણે કર્મચારીઓને ઘરભેગા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અત્યાર સુધી જે બ્લૂ ટિક વેરિફિકેશન મફતમાં મળતું હતું તેના માટે પણ આઠ ડોલર વસુલવામાં આવશે.

LEAVE A REPLY

fifteen − ten =