Elon Musk sold $4 billion worth of Tesla shares
સ્પેક્સએક્સના માલિક અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક (ફાઇલ ફોટો) (Photo by Hannibal Hanschke-Pool/Getty Images)

ટેસ્લાના વડા ઇલોન મસ્કે ઈલેક્ટ્રિક કાર કંપનીના આશરે $4 બિલિયન મૂલ્યના શેર વેચ્યા હતા, SEC ફાઇલિંગમાં મંગળવારે દર્શાવવામાં આવ્યું હતું, તેમણે ટ્વિટરનું $44 બિલિયનનું એક્વિઝિશન કર્યાના એક અઠવાડિયાના સમયમાં આ શેરો વેચ્યા છે.  

મસ્ક ટ્વીટરની ખરીદીના નાણા ઊભા કરવાના માર્ગ શોધી રહ્યાં છે અને અગાઉ ટેસ્લામાં $15.5 બિલિયન મૂલ્યના શેર વેચ્યા હતા.મંગળવારે, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) માં ફાઇલ કરેલા દસ્તાવેજો દર્શાવે છે કે તેમણે $3.9 બિલિયન કરતાં વધુ મૂલ્યના અન્ય 19 મિલિયનથી વધુ શેરનું વેચાણ કર્યું હતું. મસ્કે અગાઉ ટ્વિટરા 7,500ના સ્ટાફમાંથી અડધા કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. 

 

LEAVE A REPLY

5 × 4 =