Emergency landing of Moscow-Goa flight in Jamnagar due to bomb threat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બોમ્બની ધમકી બાદ ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરાયેલી મોસ્કો-ગોવા ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, એમ મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) એ પ્લેન અને તેમાં લઈ જવામાં આવેલા સામાનની વ્યાપક તપાસ હાથ ધરી હતી. તમામ મુસાફરોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

બોમ્બની ધમકીને પગલે, મોસ્કો- ગોવા ફ્લાઇટનું સોમવાર, 9 જાન્યુઆરીની રાત્રે 9.49 કલાકે જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું હતું. આ ફ્લાઇટ હકીકકતમાં ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર ઉતરવાની હતી. એરલાઇન્સને “ધમકીનો મેલ” મળ્યો હતો જે રશિયન સત્તાવાળાઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. પ્રથમ માહિતી શેર કરવામાં આવી હતી, ત્યારે વિમાન તુર્કમેનિસ્તાન ઉપર હતું, સૂત્રોએ જણાવ્યું હતું. વિમાનને જામનગર તરફ વાળવામાં આવે તે પહેલાં ગોવા એરપોર્ટને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું કારણ કે તેની પાસે કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ એરફોર્સ બેઝ છે.

મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર તમામ 244 મુસાફરો રાત્રે 9.49 વાગ્યે એરપોર્ટ પર સલામત રીતે ઉતારવામાં આવ્યા આવ્યા હતા. ગોવા ATCને બોમ્બની ધમકી મળ્યા બાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટ ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

અગાઉ રશિયન એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારતીય સત્તાવાળાઓ દ્વારા દૂતાવાસને મોસ્કોથી ગોવા જતી અઝુર એર ફ્લાઇટમાં કથિત બોમ્બની આશંકા અંગે ચેતવણી આપી હતી. એરક્રાફ્ટનું જામનગર ભારતીય વાયુસેના બેઝ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડમાં રહેલા દરેક લોકો સુરક્ષિત છે; સત્તાવાળાઓ એરક્રાફ્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે.”

LEAVE A REPLY

2 × 5 =