Well-known architect Dr. Death of B V Doshi
જાણીતી આર્કિટેક્ટ બી વી દોશીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફોટો ટ્વીટર પર ટ્વીટ કર્યો હતો. (ANI Photo)

વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું મંગળવાર, 24 જાન્યુઆરી 2023એ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. બાલકૃષ્ણ દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા શહેરોની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમને 2018માં સ્થાપત્યના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણવામાં આવતો પ્રિત્ઝકર પુરસ્કાર, 2021માં RIBAનો રોયલ ગોલ્ડ મેડલ અને 1976માં પ્રખ્યાત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના આઇકોનિક પ્રોજેક્ટ્સમાં અમદાવાદમાં શ્રેયસ કોમ્પ્રેહેન્સિવ સ્કૂલ કેમ્પસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગલોર, અને અમદાવાદની ગુફાનો સમાવેશ થાય છે.

અમદાવાદના થલતેજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમદાવાદની જાણીતી સ્કૂલ ઓફ આર્કિટેક્ટને હાલના સ્તર પર લઈ જવામાં પણ દોશીનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. બાલકૃષ્ણ દોશીએ ઉદયપુર તેમજ IIM બેંગલોરની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. સ્થાપત્ય ક્ષેત્રમાં તેમના સર્વોચ્ચ પ્રદાન બદલ તેમને પદ્મ શ્રી તેમજ પદ્મ ભૂષણ જેવા સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ડૉ.બી.વી દોશીને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ શ્રેષ્ઠ આર્કિટેક્ટ અને ઉમદા સંસ્થાઓના નિર્માતા હતા. આગામી પેઢીઓને ભારતભરમાં તેમના સમૃદ્ધ કાર્યની કરદ કરીને તેમની મહાનતાની ઝલક જોવા મળશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકોને સાંત્વના પાઠવું છું. ઓમ શાંતિ.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

બાલકૃષ્ણ દોશીનો જન્મ પૂણેમાં થયો હતો. તેમણે મુંબઈની વિખ્યાત સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો હતો. તેમને લ્યૂઈસ કાન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના આર્કિટેક્ટ સાથે કામ કરવાની તક મળી હતી. તેઓ એક સારા આર્કિટેક્ટ હોવાની સાથે સાથે એક સારા શિક્ષણવિદ પણ હતા. અમદાવાદ સ્થિત CEPTના તેઓ પ્રથમ ડીન હતા. આ ઉપરાંત કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સના પણ તેઓ ડિરેક્ટર હતા.

LEAVE A REPLY

5 × 5 =