જાણીતી એમિરેટ્સ એરલાઇન્સે કર્મચારીઓની અછતને કારણે ઊભી થયેલી અરાજકતાને સરળ બનાવવા માટે મુસાફરોની સંખ્યા ઘટાડવા માટે લંડનના હીથ્રોના આદેશને ફગાવ્યો હતો.
એરપોર્ટ સત્તાવાળાઓએ 11 સપ્ટેમ્બરથી બે મહિના સુધી હીથ્રો પ્રસ્થાન કરનારા મુસાફરોની કુલ સંખ્યા દિવસ દીઠ એક લાખ સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો હતો અને વિવિધ એરલાઇન્સને ઉનાળામાં ટિકિટોનું વેચાણ બંધ કરવા વિનંતી કરી હતી.
આ આદેશના પગલે એમિરેટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હીથ્રોની માગણી સંપૂર્ણ ગેરવાજબી અને અસ્વીકાર્ય છે, અને અમે આ માંગણીઓને ફગાવીએ છીએ.’ મુસાફરોની મર્યાદાની સરખામણી આયોજિત પીક સીઝન સાથે કરીએ તો તેની સરેરાશ દૈનિક 104,000 થાય છે.
હીથ્રોએ મુસાફરો ઘટાડવાનું પગલું એટલા માટે લીધું છે, કારણ કે, મહામારી પરના નિયંત્રણો દૂર થયા પછી એરલાઇનની માગમાં વધારો થતાં એરપોર્ટ પર ભીડને સરળ બનાવવાનો સત્તાવાળાઓનો પ્રયાસ છે. એમિરેટ્સે એરપોર્ટના ઓછા સમય માટે આપેલી નોટિસને ‘અત્યંત ખેદજનક’ ગણાવી હતી.
એરલાઈને નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે, ‘આ આદેશનું પાલન ન થાય તો હીથ્રોએ કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી હતી.’
એમિરેટ્સ દુબઈ અને હીથ્રો વચ્ચે છ રોજની છ રીટર્ન ફ્લાઈટ્સ ચલાવે છે, તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે જો કોઈપણ એરલાઈન સલામત અને વિશ્વસનીય મુસાફરીને આગળ વધુ નફો કરવા ઇચ્છતી હોય તો તે તેમના માટે ‘નિરાશાજનક’.
બ્રિટિશ એરલાઇન વર્જિન એટલાન્ટિકે આ આદેશના પગલે જણાવ્યું હતું કે, તે હિથ્રોની નીતિ સાથે સહમત છે, ‘જ્યાં સુધી પ્રસ્તાવિત કાર્યવાહી એરપોર્ટ પર સ્થાનિક એરલાઇન્સને અપ્રમાણસર અસર કરતી નથી ત્યાં સુધી તે યોગ્ય પગલું છે.’
બ્રિટિશ એરવેઝે સ્ટાફની અછતને કારણે ઉનાળાની હજારો ફ્લાઇટ્સ અગાઉથી જ રદ કરી છે, તે મર્યાદાને ધ્યાનમાં રાખીને ટૂંકા અંતરની વધુ છ દૈનિક ફ્લાઇટને ઓછી કરશે.
એરપોર્ટ્સ અને એરલાઇન્સ કંપનીઓએ મહામારીની શરૂઆતમાં હજારો નોકરીમાં કાપ મુક્યા પછી હવે કર્મચારીઓની ભરતી કરવા માટે સંઘર્ષ કરી રહી છે.