નવા વડાં પ્રધાન લિઝ ટ્રસે વિજેતા થયા બાદ એનર્જી બીલ તેમજ એનર્જીના પુરવઠાના મુદ્દાઓ ઉકેલવા માટે “ઊર્જા કટોકટી”નો ઉકેલ લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગેસ અને વીજળીના વધતા જતા ખર્ચનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારોને મદદ કરવા માટે વ્હાઇટહોલમાં ઊર્જા બિલને સ્થિર કરવા પ્રાધાન્ય આપવમાં આવશે તેવું લાગે છે.

શ્રીમતી ટ્રસની ટીમ “અઠવાડિયાઓથી” ઉર્જા બિલ માટે સપોર્ટ પેકેજ પર કામ કરી રહી છે અને તેની જાહેરાત આ ગુરુવારે કરવામાં આવશે. એક સ્ત્રોતે જણાવ્યું હતું કે “ઘણા પગલાંઓ પર વિચાર કરવામાં આવ્યો છે, કેટલાકમાં પ્રગતિ થઈ છે અને કેટલાકમાં નથી.”

વર્તમાન ચાન્સેલર, નદિમ ઝહાવી સંભવત: તેમનું પદ જાળવી રાખશે.

 

LEAVE A REPLY

5 × two =