England's 22nd Test series win on Pakistan soil
પાકિસ્તાનમાં મુલતાન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડનો પ્લેયર ઓફ ધ મેચ હેરી બ્રુક તેની ટ્રોફી સાથે પોઝ આપે છે.(Photo by Matthew Lewis/Getty Images)

સોમવારે (12 ડીસેમ્બર) જ પાકિસ્તાનના મુલ્તાનમાં પુરી થયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન પાકિસ્તાનને 27 રને હરાવી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે 22 વર્ષ પછી પાકિસ્તાન સામે શ્રેણીમાં વિજય હાંસલ કર્યો છે. ત્રણ ટેસ્ટ મેચની આ સીરીઝમાં હવે ઈંગ્લેન્ડ 2-0ની અજેય સરસાઈ ધરાવે છે. 

રવિવારે ત્રીજા દિવસની રમતના અંતેની સ્થિતિ મુજબ તો પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં હતું પરંતુ ટેસ્ટના ચોથા દિવસે અચાનક ઈંગ્લેન્ડે બાજી પલ્ટી નાખી હતી અને 27 રને રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. 

ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને પ્રથમ ઈનિંગમાં 281 રન કર્યા હતા, જેની સામે પાકિસ્તાન 202 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું. આ રીતે, 79 રનની મહત્ત્વની સરસાઈ પછી ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 275 રન કર્યા હતા. આ રીતે, પાકિસ્તાનને વિજય માટે 355 રન કરવાના હતા અને તેની પાસે પુરતો સમય હતો. ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને ચાર વિકેટે 198 રન કર્યા હતા અને તેની પાસે છ વિકેટ અકબંધ હતી, 157 રન કરવાના બાકી હતા, જે કોઈ ખાસ મોટો પડકાર ગણાય નહીં. પણ 290 રને છઠ્ઠી વિકેટ ગુમાવ્યા પછી ઈંગ્લેન્ડના બોલર્સે બાજી પલ્ટી નાખી હતી અને 328 રનમાં તેની બાકીની ચાર વિકેટ ખેરવી નાખી હતી.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં સદી (108) કરનારા હેરી બ્રુક્સને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  

રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 74 રને વિજય થયો હતો. 22 વર્ષ પછી ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણીમાં વિજય હાંસલ કર્યો છે, આ અગાઉ 2000/01માં ઈંગ્લેન્ડે 1-0થી શ્રેણી જીતી હતી.

LEAVE A REPLY

sixteen − four =