Evergreen Styles
  • કલગી ઠાકર દલાલ 

કહેવાય છે ને કે ફેશન ની દુનિયામાં ટ્રેન્ડ્સ દર પળે પળમાં બદલાતા હોય છેદરરોજ કશું નવું અને કંઈક ખાસ જોવા મળે છેકોકો શેનલ નામના એક ખુબ મોટા ડિઝાઈનર થઇ ગયાજેમણે કહેલું ફેશન ચેન્જિસબટ સ્ટાઇલ એન્ડયુરસ.” ખુબ સાચી વાત છેઆજના ફેશનવર્લ્ડમાં કેટલીક સ્ટાઇલ્સ છે જે આજે પણ એટલી જ પસંદ કરવામાં આવે છે જેને આપણે એવરગ્રીનસ્ટાઇલ્સ પણ કહી શકાયજે સ્ટાઇલ્સ હંમેશા તમારા વોડ્રોબમાં રાખશો તો તમે પણ આઉટ ઓફ ફેશન ક્યારે પણ નહિ થાઓઆજે એવી કેટલીક ફેશનેબલ વસ્ત્રો અને વસ્તુઓ ની વાત કરીશુંજે યાદી માં સૌ પ્રથમ આવે છે જિન્સજિન્સ એટલે ડેનિમ્સજે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી જતુંહાજિન્સ ના કટ અને સ્ટાઇલમાં થોડો ફરક આવે છેજેમકે ક્યારેક બેગીક્યારેક બૂટકટક્યારેક સ્લીમફીટસ્કીંનીફિટ તો ક્યારેક સ્ટ્રેટફીટઆ બધી સ્ટાઇલમાં સ્ટ્રેટકટ હંમેશા ઈન સ્ટાઇલમાં રહે છેજયારે પણ શું પહેરવું એનું કન્ફુઝન થાય ત્યારે જિન્સ પહેરી લેવું.હંમેશા સ્ટાઈલિશ લાગશોએટલે તમારા કબાટમાં કાયમ ૨૩ ડેનિમ રાખવા

આગળ વાત કરીયે એલબીડી નીપાર્ટીમાં જવું હોય કે ડિનરમાં… એવર ગ્રીન છે એલબીડીએલબીડી એટલે લિટલ બ્લેક ડ્રેસબ્લેક રંગ હંમેશા તમને સ્લિમ અને ટ્રિમ લાગવામાં મદદ કરશે અને હંમેશા તમારા લૂક ને એક અનોખી  સ્ટાઇલ આપશે

પોલ્કા ડોટ

એક સમય હતો જયારે બ્લેક પર વાઈટ અને વાઈટ પર બ્લેક પોલ્કા ડોટ ફેશનવર્લ્ડમાં ધૂમ મચાવતા હતા.બ્લેક એન્ડ વાઈટ ફિલ્મો થી લઈને ૭૦ અને ૮૦ ના દાયકાની અભિનેત્રીઓ પોલ્કા ડોટ્સ ના ડ્રેસ માં જોવા મળતી હતીઅને આજે પણ આ દૌર ચાલુ જ છેઅનુષ્કા શર્મા થી લઈને કૈટરીના કૈફ પોલ્કા ડોટમાં જોવા મળે છે.ભલે હવે થોડી અલગ સ્ટાઇલ અને કલરમાં જોવા મળે છેછતાં પણ બોબી મૂવી નો બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડોટવાળો ડ્રેસ આજે પણ એટલો જ હિટ અને હોટ છે.

હવે વાત કરીયે સાડીની

સાડી એક રીતે જોઈએ તો સુરક્ષા કવચ જેવી છેબહાર જવાનું હોય અને ખ્યાલ ના આવતો હોય કે શું પહેરવું ત્યારે સાડી હંમેશા તમારા બચાવ માં રહેશેસાડીનો ટ્રેન્ડ સદીઓથી છે અને સદીઓ સુધી રહેવાનોબ્લાઉઝ ની સ્ટાઇલ અને પેટર્ન બદલાતા રહેશે પણ સાડી એવર ગ્રીન ઓપ્શન છેતમે સાડી ને મોર્ડર્ન અને ટ્રેડિશનલ એમ બધી જગ્યા પર પહેરી શકો છો બસ થોડી  બ્લાઉઝ ની ડિઝાઇન અને પેટર્ન બદલાતા રહેવાનુંઆ ઉપરાંત સાડી ને પહેરવાની અલગ અલગ રીતો પણ છે જેનાથી તમે જુદો જુદો લૂક કરી શકો

આ એવર ગ્રીન લિસ્ટમાં આગળ આવે છે ડેનિમ જેકેટ્સ

હવે શિયાળાની ઋતુ આવશે એટલે જેકેટ્સની સીઝન ફરી ચાલુ થશે.ભલે વર્ષો જતા જેકેટ્સ ની સ્ટાઇલ બદલાઈ પણ ડેનિમ જેકેટ્સની ફેશન હંમેશા રહેશેતો તેને તમારા લિસ્ટમાં મુકવાનું અચૂકપણે ભૂલતા નહિ.

wrist વૉચ સ્ટાઇલની વાત કરીએ અને wrist વોચ રહી જાય એ કેમ બને?

wrist વોચ તમને હંમેશા classic લૂક આપશેકોઈ પણ પ્રસંગ હોય તમે wrist વોચ નો ઉપયોગ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે કરી શકો છો.આજે તો માર્કેટ માં સ્માર્ટ વોચ થી માંડીને બીજી ઘણી designer વોચિસ જોવા મળે છેટ્વિન્કલ ખન્નાની ગોલ્ડ સ્નેક વોચ ખુબ જ ફેશન માં આવી હતીજે ખુબ સારી accessories પણ બની રહેશે

ફેશન ની વાત માં પેન્સીલ સ્કર્ટ ને કેમ ભુલાયપેન્સીલ સ્કર્ટ હંમેશા સ્ટાઈલિશ લાગે છે.આ પહેરવાથી સિમ્પલ લૂક પણ સરસ લાગે છેપેન્સીલ સ્કર્ટ ની સાથે બ્લેક બ્લૅઝર હંમેશા સાથે રાખવુંઆ ટ્રેન્ડ ક્યારે પણ આઉટ નથી થતો.

સ્ટોલ

સ્કાર્ફ કે સ્ટોલ પહેરવાથી સાડી ટીશર્ટ પણ એક ફોર્મલ લૂક આપશે.હંમેશા સ્ટાઈલમાં સ્ટોલને મહત્વ આપવું એ એવર ગ્રીન લાગશે

સ્ટાઇલ ની વાત કરતા હોઈએ તો બેઝિક ટીશર્ટ કેમ ભૂલાય

આજ– કાલ  મૂવીનું પ્રમોશન હોય કે ટીવીશૉ હોય,બધે જ પ્લેઇન બેઝિક ટીશર્ટ દરેક અભિનેતા અને અભિનેત્રીઓ પહેરવાનું પસંદ કરે છેજિન્સ કે fashionable ટ્રાઉઝર અને એની ઉપર બેઝિક ટીશર્ટ પહેરવાથી સ્ટાઇલ ની સાથે કમ્ફર્ટ લૂક પણ આપે છે.બેઝિક ટીશર્ટ વગર કોઈનું સ્ટાઇલનું લિસ્ટ પૂરું ના થાય.

સ્પોર્ટ શૂઝ

સ્પોર્ટ શૂઝ ક્યારે પણ આઉટ ઓફ ટ્રેન્ડ નથી થતાએ ખુબ જ કામના છેરનિંગ થી લઈને કેઝ્યુઅલ લૂકદરેકમાં કામ લાગે છે,અને કમ્ફર્ટ મળે તે અલગ.

સ્વેટશર્ટ

એરપોર્ટ લૂક હોય કે મૂવી લૂક હોયસ્વેટશર્ટ વગર એ પૂરો ના ગણાયઆમ તો ખાસ શિયાળામાં પહેરાય છેપણ ક્યારેય ટ્રેન્ડ ની વાત એના વગર પુરી ના થાયખુબ જ કૂલ‘ લૂક આપનાર સ્વેટશર્ટ પ્રેગનેંસીમાં પણ કમ્ફર્ટેબલી પહેરી શકાય તથા ખુબ જ ટ્રેન્ડી લાગે છે.

ફ્લેટ્સ

હિલ્સવેજિસ અને એવા ઘણા પ્રકારના ચંપલો છે માર્કેટમાં પણ ફ્લેટ્સનો શોખ હંમેશા લોકોમાં જોવા મળે છે.ફ્લેટ્સ પહેરવામાં ખુબ જ કમ્ફર્ટ આપે છે અને દેખાવ માં પણ આકર્ષક લાગે છેતો આનાથી વધારે શું જોઈએકોલ્હાપુરી ચપ્પલ ને પણ આ લિસ્ટ માંથી કેમ બાકાત રાખી શકાયકોઈ પણ સમયની ફેશનની વાત હોયદરેકમાં આ ચપ્પલ ને સ્થાન મળ્યું છેઆજકાલ તો લખનવી કુર્તી ની નીચે કોલ્હાપુરી ચપ્પલ નો ક્રેઝ સ્ત્રીઓ માં તથા કોલેજ જતી યુવતીઓમાં જોવા મળે છેઆ ઉપરાંત અફઘાની સલવારે પણ ધૂમ મચાવી છે.

ફેશન ની વાત કરીયે ત્યારે સૌ પ્રથમ આપણને મનમાં લૂક સારો અને મોર્ડન દેખાવ જ આવેપણ એની સાથે કમ્ફર્ટની અવગણના જરા પણ ના કરાયઆજના સ્ટ્રેસસ્ફુલ સમય માં ફેશન અને કમ્ફર્ટ હેન્ડઈનહેન્ડ જ હોય છેઆપણે વાત કરી તે સિવાય ઘણી બધી હેન્ડબેગનો પણ સમાવેશ થાય છેજો સારા કપડાંચપ્પલઘડિયાળ એન્ડ સારી હેન્ડબેગ સાથે હોય તો એક કમ્પ્લીટ લૂક લાગે છેએની સાથે સાથે સારું પરફયુમ અને ચોખ્ખા નખબસ તમે પણ બની ગયા તમારા જીવન ના અભિનેત્રી કે અભિનેતાઆ સત્તત બદલાતા ટ્રેન્ડમાં તમે પણ જોડાઈ જાઓ અને જીવનને ખુબ એન્જોય કરો.

LEAVE A REPLY