Nepal put Amritpal Singh on surveillance list
(ANI Photo)

પંજાબમાં ખાલિસ્તાનની નેતા અમૃતપાલ સિંઘની ધરપકડ માટે પોલીસે શનિવારે મોટાપાયે ઓપરેશન સર્ચ હાથ ધર્યું હતું અને રવિવાર સવાર સુધી તે ઝડપાયો ન હતો. આ સર્ચ ઓપરેશનને પગલે સમગ્ર પંજાબમાં શનિવારથી લઇને સોમવાર સુધી સાવચેતીના પગલાં રૂપે ઇન્ટરનેટ અને એસએમએસ સર્વિસ બંધ કરવામાં આવ્યું હતું અને એલર્ટ જારી કરાયો હતો. અમૃતપાલના ગામની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અગાઉ અમૃતપાલના સમર્થકોએ ખુલ્લી તલવારો અને બંદૂકો સાથે 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશન પર ઘેરો ઘાલ્યો હતો. તેનાથી પોલીસે અમૃતપાલને સમર્થકને છોડવા પડ્યો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને 2 માર્ચે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અમૃતપાલ સિંહની ધરપકડ કરવાની યોજના પર ચર્ચા કરી હતી. શનિવારે પોલીસ તેને શોધવા નીકળે તે પહેલાં કેન્દ્ર સરકારે પંજાબમાં વધારાના દળો મોકલ્યા હતા. અગાઉ અમૃતપાલે ગૃહ પ્રધાન અમિત શાહના પણ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવા હાલ કરવાની ધમકી આપી હતી.
પોલીસે સોમવારે તેના સંગઠન ‘વારિસ પંજાબ દે’ના 78 સભ્યોની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય કેટલાકને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોમાં અમૃતપાલ સિંહના છથી સાત બંદૂકધારીઓનો સમાવેશ થાય છે

અમૃતપાલ સિંઘને પકડવા માટે શનિવારે વ્યાપક ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે મોડી રાત સુધીમાં પંજાબ પોલીસને કોઈ સફળતા હાથ લાગી નહોતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર અમૃતપાલ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીજી બાજુ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના પિતા સહિત 78 સમર્થકોની અટકાયત કરી હતી. શનિવારે અમૃતપાલને સાત જિલ્લાની પોલીસે ઘેરી રાખ્યો હતો. જલંધરના શાહકોટના મહેતપુરની પાસે અમૃતપાલ સિંહ અને તેમના સાથીઓની પોલીસે ઘેરાબંદી કરી હતી. પોલીસને અમૃતપાલ સિંહ શાહકોટ આવવાનો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. એટલા માટે પહેલાથી જ મોગા પોલીસે મોગા અને શાહકોટના તમામ રોડ બંધ કરીને નાકાબંધી કરી હતી.

જી-20ના કારણે પંજાબ સરકારે અમૃતપાલ પર કાર્યવાહી કરવાની રાહ જોઇ હતી. પોતાના સશસ્ત્ર સમર્થકો દ્વારા ઘેરાયેલો રહેતો અમૃતપાલ સિંહ પંજાબમાં કેટલાક સમયથી વધુ સક્રિય થયો છે. અમૃતપાલ સિંહ વારિસ પંજાબ દેનો પ્રમુખ છે. ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહની વિરુદ્ધ ત્રણ કેસ નોંધાયેલા છે. જેમાં બે કેસ અમૃતસર જિલ્લાના અજનાલ પોલીસ સ્ટેશનમાં છે.

LEAVE A REPLY

5 × 1 =