(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતી ફિલ્મ ‘રંગ દે બસંતી’ના નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ફરહાન અખ્તર અંગેનું એક રાઝ ખોલ્યું છે. આ ફિલ્મમાં કરણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેણે ના પાડતાં આ રોલ સાઉથના સિદ્ધાર્થને મળ્યો હતો. વર્ષ 2006માં આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. 2001માં ફરહાન અખ્તરે તેની પ્રથમ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’નું દિગ્દર્શન કર્યું હતું અને પછી ‘લક્ષ્ય’નું નિર્માણ પણ કર્યું હતું.

આથી ફરહાનને અભિનયમાં કોઈ રૂચિ નહોતી. રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વધુમાં કહ્યું હતું કે, ‘ફરહાન એ વખતે ખુશ હતો કેમ કે તેણે ‘દિલ ચાહતા હૈ’નું ડિરેક્શન પૂર્ણ કર્યું હતું અને ‘લક્ષ્ય’ પર કામ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું હતું કે મારી ઇચ્છા છે કે તું મારી ફિલ્મમાં અભિનય કરે. એ વખતે તેને વિશ્વાસ ન બેઠો કેમ કે તે ડિરેક્શનમાં વ્યસ્ત હતો. મેં તેને ‘રંગ દે બસંતી’માં કરણની ભૂમિકા ઓફર કરી હતી, જે આખી ફિલ્મમાં એકમાત્ર લેખકના પાત્ર પર આધારિત હતી. ફરહાન એ સાંભળીને ખુશ થયો હતો. મને તેની આંખોમાં ચમક દેખાઈ હતી. તેણે વિચાર્યું કે આ વ્યક્તિ મારી પાસે શું કામ અભિનય કરાવવા ઇચ્છે છે. ફરહાનને સ્ક્રિપ્ટ પણ પસંદ આવી હતી. જોકે ત્યારે તે પોતાને અભિનયથી રાખવા ઇચ્છતો હશે.’