નકલી હેન્ડગન, કેબલ ટાઇ રિસ્ટ્રેઇન્ટ્સ, બેઝબોલ બેટ, હથોડી, સ્ક્રુડ્રાઇવર્સ, બાલાક્લાવા, મોજા અને ગેફર ટેપનો ઉપયોગ કરીને શ્રીમંત ઘરોને નિશાન બનાવનાર ટોળકીના રિંગલીડર દોષિત અને સશસ્ત્ર લૂંટારો ફારુક સુલેમાન બર્ટન નજીકની HMP સડબરી જેલમાં પાછો ફરવાને બદલે ભાગી જતા તેની વ્યાપક શોધ કરાઇ રહી છે.

દોષિત સશસ્ત્ર લૂંટારા ફારુક સુલેમાન, (ઉ.વ. 52)ને 2018 માં લેસ્ટરશાયર ક્રાઉન કોર્ટમાં લૂંટનું કાવતરું, હથિયાર અને નકલી હથિયાર રાખવાના કાવતરા અને ક્લાસ B ડ્રગ્સના ઉત્પાદન અને કબજો રાખવા બદલ 13 વર્ષ અને છ મહિનાની સજા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

જાહેર જનતાને ચેતવણી અપાઇ છે કે જોખમી ફારુક સુલેમાનનો સંપર્ક ન કરવો.

ફારૂક સુલેમાન (Image: Derbyshire Police)

LEAVE A REPLY

3 × three =