Fashion got the color of Korea

કલગી ઠાકર દલાલકે-પૉપ સ્ટાર્સે માત્ર સંગીત જ નહિ પરંતુ ફેશન ઇન્ડસ્ટ્રીઝને પણ નવો રંગ લગાડ્યો છે. અત્યારના ફેશન વર્લ્ડમાં કોરિયન ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. જેમાં ગ્લાસ સ્કિનથી લઈને ગાલ ઉપરના લાલ રંગ અને કપડાની સ્ટાઇલથી લઈને હેર કલરમાં પણ કોરિયન રંગ છવાઈ ગયો છે. મોટા-મોટા ફેશન મેગેઝીન્સ અને ફેશન શૉમાં પણ કોરિયન ફેશન બાજી મારી ગયું છે. અરે! અત્યારે તો એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કોરિયન drama (શોઝ) લોકો જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે. મેક અપ હોય કે સ્કિન કેર પ્રોડક્ટસ, દરેક કોરિયન કંપની દુનિયામાં ફેમસ થઇ રહી છે. આજના ફેશન ટ્રેન્ડમાં રહેવા માટે આજના ટ્રેન્ડને જાણવો અને સમજાવો ખુબ જરૂરી છે. તો આ ટ્રેન્ડની સાથે રહેવા માટે આજે આપણે વાત કરીશું કોરિયન ફેશનની.

સાઉથ કોરિયાનું કેપિટલ સિઓલ હવે ફેશન હબ બની રહ્યું છે. આજથી થોડા વર્ષો પહેલા તો કોરિયન ફેશનની લોકોને જાણ પણ ન હતી. પરંતુ આ દેશે અત્યારના ફેશન જગતની સુરત બદલી નાખી છે. અત્યારના એક્ટર્સ અને પરફોર્મર્સ પણ કોરિયન ફેશનને એક નઈ તો બીજી રીતે પ્રમોટ કરતા જોવા મળી રહ્યા છે. કોઈ આ વાતને ન ટાળી શકે કે કોરિયન ફેશનની સૌથી મોટી અસર અત્યારના કપડાંની સ્ટાઇલ ઉપર જોવા મળે છે. જેમાં ક્યુટ કોરિયન આઉટફિટનો સમાવેશ થાય છે.

કોરિયન ટ્રેન્ડ માં સૌ પ્રથમ વાત આવે કલર્સનીઃ આ ટ્રેન્ડમાં મોટેભાગે લાઈટ કલર્સ અને પેસ્ટલ કલર્સ જોવા મળે છે. ખાસ કરીને ડસ્ટી પિન્ક, પેસ્ટલ ઓરેન્જ, લાઈટ ગ્રે, વ્હાઇટ જેવા રંગોનો સમાવેશ થાય છે. થોડા વર્ષોથી સ્ટ્રીટ સ્ટાઇલએ દબદબો જમાવ્યો છે જેમાંથી સિઓલ પણ બાકાત નથી. જેમાં ઓવરસાઈઝ શર્ટ્સ અને બેગી જિન્સની સાથે સ્વેટર પહેરવાનો ટર્ન્ડ જોવા મળ્યો છે. ઓવરસાઈઝ ટ્રેન્ચ કોટ અત્યારે કોરિયન કલ્ચરમાં ખુબ પોપ્યુલર છે. ભલે આ કોટ ઓવરસાઈઝ હોય પરંતુ તેને સાચી રીતે પહેરવા ખુબ જરૂરી છે. ટ્રેન્ચ કોટને લેયરિંગ કરીને પહેરવાથી ખુબ જ સોફિસ્ટિકેટેડ લૂક આપે છે. આ કોટ માત્ર મહિલાઓ જ નહિ પણ પુરુષો પણ પહેરે છે. પુરુષો આ કોટની અંદર ટર્ટલનેકના ટી-શર્ટ અને નીચે બેલબોટમ જીન્સ પહેરી શકે છે. અને સ્ત્રીઓ આ કોટને જીન્સ અને ટી-શર્ટ ઉપરાંત ફ્લોરલ ડ્રેસ સાથે પણ પહેરી શકે છે. આ ટ્રેન્ડમાં પહેલા કહ્યું તેમ કલર્સનું ખાસ ધ્યાન રાખવું અને પેસ્ટલ કલર્સની પસંદગી કરવી.

બીજી બાજુ કોરિયન સ્ત્રીઓમાં  ટૂ-પીસ અથવા કો-ઓર્ડ (co-ord ) સેટ્સ પણ ખુબ લોકપ્રિય બન્યા છે. તમને લાગશે ટૂ-પીસ તો માત્ર અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જ પોપ્યુલર છે પરંતુ તેમ નથી. કોરિયામાં પણ તેને સ્વેટર કે કોટ સાથે અનોખી રીતે પહેરીને પોપ્યુલારિટી મળી છે. જેમાં સ્કૂલ ગર્લની જેમ શોર્ટ સ્કર્ટની ઉપર શર્ટ અને અડધી બાંયનું સ્વેટરને પહેરવામાં આવે છે. આ પહેરતી વખતે સ્કર્ટનો કટ A – LINE હોવો જરૂરી છે. જેને પૈર કરી શકાય લોફર્સ(ચંપલનો પ્રકાર) સાથે.

ઘણા વર્ષોથી ફ્લોરલ તથા ક્યુટ દેખાતી કોરિયન વસ્તુઓને કોરિયન નહિ, જાપાનીસ વસ્તુઓ  સમજવામાં આવતી  હતી. જાપાન અને કોરિયાની ઘણી વસ્તુઓમાં સમાનતા જોવા મળે છે પણ કલ્ચર અલગ છે. હા, કોરિયામાં પણ ફ્લોરલ પેટર્ન અને ક્યુટ કાર્ટુન્સ તથા સુંદર દેખાતી વસ્તુઓનું પ્રચલન વધારે છે. હવે તો ફ્લોરલ પેટર્ન માત્ર ઉનાળા જ નહિ પરંતુ બારેય મહિના પહેરાય છે. ફ્લોરલ કપડાં સ્ત્રીઓ પહેરવાના વધુ પસંદ કરે છે, જે એક સ્પેશ્યલ ફેમિનિન ટચ પણ આપે છે. સમર ફેશન ટ્રેન્ડમાં આ પેટર્ન ખુબ પ્રચલિત બની હતી અને અત્યારે પણ એ ટ્રેન્ડ બરકરાર છે. કોરિયામાં ફ્લોરલ ડિઝાઇન આટલી તો જોવા મળે છે, કે જ્યાં જુઓ ત્યાં કંઈક ફ્લોરલ પેટર્ન દેખાશે, એમ કહીયેતો ખોટું નહિ. આ તો થઇ કપડાંની વાત પણ મેક ઉપ અને સ્કિન કેયર માં પણ કોરિયા એક અગત્યનો ભાગ ભજવી રહ્યું છે.

કોરિયન સ્ટાઇલન મેક-અપમાં ખાસ કરીને એપ્લિકેશન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેમાં નેચરલ સ્કિન ગ્લોને વધારવા પર ભાર આપવામાં આવે છે. જેનાથી તમારી સ્કિન ખુબ જ તાજી અને યંગ લાગે છે. આ માટે ઈલ્યુમિનેટિંગ પ્રાઇમર કે લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્લો હાઈલાઈટર્સનો પણ ઉપયોગ કરાય છે. ગ્લો હાઈલાઈટર્સ માત્ર ગાલ પર જ નહિ પણ આંખોની અંદરના ભાગે તથા નાકની ઉપર અને ઉપરના હોઠ પર થોડું કરવામાં આવે છે. જેનાથી માત્ર ગ્લો જ નહિ પણ તમારી સ્કિન વધુ યંગ અને સ્વસ્થ લાગે છે, જે નેચરલ લૂક આપવામાં મદદરૂપ છે. કોરિયન મેકઅપ  સ્ટાઇલ ત્યાંના લોકોને ધ્યાનમાં રાખીને કરાય છે જેથી તમારે આ પ્રકારનો મેક અપ કરતી વખતે નેચરલ, પિન્ક અને રેડ ટોન્સનો ખાસ ઉપયોગ કરવો પડે છે. લિપસ્ટિક પણ રેડીશ અને મોઇસ્ટ લેવી. લાલ રંગની લિપસ્ટિક આ રીતના મેક અપમાં ખુબ સુંદર લાગે છે. પણ લાલ રંગનો શેડ તમારી સ્કિનને અનુરૂપ લેવો જરૂરી છે. કોરિયન સ્ટાઇલમાં કાજલ ખુબ જ પાતળી કરવી. મેકઅપ કાર્ય બાદ સેટિંગ સ્પ્રે કરવાનું ભૂલવું નહિ. આજ કાલ તો કોરિયન બ્યુટી પ્રોડક્ટસ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જેમાં શીટ માસ્કનો ઉપયોગ પણ વધ્યો છે. પણ કોરિયન બ્યુટી પ્રોડક્ટસની કિંમત થોડી વધારે હોય છે, પણ તે ખુબ જ અસરકારક પુરવાર થઇ છે.

કોરિયામાં કપડાં, ચપ્પલ અને મેક અપ ઉપરાંત વાળને પણ ખાસ મહત્વ અપાય છે. ત્યાંના લોકોના વાળ લગભગ થોડા સીધા હોય છે. પરંતુ દુનિયામાં થતા દરેક ટ્રેન્ડી હેર કલર્સ પણ અહીં ખુબ જોવા મળે છે. જેમાં પિન્ક, બ્લુ, પર્પલ, લાલ જેવા રંગો વાળમાં ફેશનેબલ રીતે કરવામાં આવે છે. શોર્ટ હેર લગભગ સ્ટ્રેટ કરાવેલા હોય છે તથા લોન્ગ હેરમાં કર્લ્સ જોવા મળે છે. કોરિયામાં ફ્રિન્જ પણ ખુબ ટ્રેન્ડી ગણાય છે. આજે તો માર્કેટમાં અલગ-અલગ હેર પ્રોડક્ટસ પણ મળે છે, જે તમને કોઈ પણ લૂક આપવામાં ખુબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત અલગઅલગ હેર ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હવે આગળ વાત કરીયે નખનીઃ ફેશન કરવી તો પુરી કરવી, જેમાં નખ સીખ ફરક જોવા મળે! કોરિયન ફેશનની વાત કોરિયન નેઇલ આર્ટ વગર બિલકુલ અધૂરી રહી જાય. કોરિયન સ્ટાઇલ તેના ક્યુટ લૂક્સ માટે જાણીતી છે. તો નખ પણ ક્યુટ લાગવા જરૂરી છે. કપડાં ની જેમ નખ ને પણ પેસ્ટલ રંગ કરવાની સાથે સીઝન અનુરૂપ રંગો પર વધારે મહત્વ અપાય છે. જેલ પોલિશની સાથે સાથે સ્ટિક ઓન નેલ્સ નો ઉપયોગ પણ ખુબ વધ્યો છે. જેમાં એક જ હાથની ચાર આંગળીઓ અને એક અંગુઠામાં જ અલગ-અલગ સ્ટાઇલ અને રંગો જોવા મળે છે. આ સ્ટાઈલમાં નેઇલ્સ પર સ્ટોનથી માંડીને નાની ચેઇન, ડાયમંડ તથા શિમર પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ નાઇલ્સ મને જોતાની જ સાથે પસંદ આવી જાય તેવા હોય છે.

ફેશનની દુનિયામાં વારંવાર બદલાવો જોવા મળે છે. પણ અનેક વાર કહેવાયું તેમ પોતાને અનુરૂપ શું છે એ પોતે જ નક્કી કરવું પડે છે. ફેશન એક વર્તુળ જેવું છે. જેમાં પહેલાની વસ્તુઓનું ફરી ઇનોવેશન થયેલું જોવા મળે છે. પરંતુ આ વર્તુળને કોરિયન સ્ટાઇલ ચોક્કસ તોડ્યું છે અને દુનિયામાં એક અલગ જ સ્થાન ઉભું કર્યું છે.

LEAVE A REPLY

four × 1 =